Cricket: કઈ ટીમે બોલીંગને ખતરનાક બનાવી દીધી કે ક્રિકેટમાં હેલ્મેટનું આગમન થયુ, જાણો હેલ્મેટની કહાની

ક્રિકેટમાં ખેલાડીઓને સુરક્ષા સાધનો (Cricket Safety Accessories)થી ઢંકાયેલા જોઈને ઘણી વાર થતુ હોય છે, આટલુ બધુ તો કેમ. પરંતુ ક્રિકેટની રમતમાં ઝડપની મજા જેમ જેમ ઉમેરાતી ગઇ તેમ સુરક્ષા સાધનોનો ઉપયોગ પણ એટલો જ વધ્યો છે. ખાસ કરીને ક્રિકેટર હેલ્મેટ (Cricketer Helmet) પહેરેલા જોવા મળતો હોય છે.

Cricket: કઈ ટીમે બોલીંગને ખતરનાક બનાવી દીધી કે ક્રિકેટમાં હેલ્મેટનું આગમન થયુ, જાણો હેલ્મેટની કહાની
Cricket Helmet
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 23, 2021 | 10:18 PM

ક્રિકેટમાં ખેલાડીઓને સુરક્ષા સાધનો (Cricket Safety Accessories)થી ઢંકાયેલા જોઈને ઘણી વાર થતુ હોય છે, આટલુ બધુ તો કેમ. પરંતુ ક્રિકેટની રમતમાં ઝડપની મજા જેમ જેમ ઉમેરાતી ગઈ તેમ સુરક્ષા સાધનોનો ઉપયોગ પણ એટલો જ વધ્યો છે. ખાસ કરીને ક્રિકેટર હેલ્મેટ (Cricketer Helmet) પહેરેલા જોવા મળતો હોય છે. પરંતુ આ હેલ્મેટ પાછળ પણ કહાની છુપાયેલી છે. ક્રિકેટમાં હેલ્મેટના ઉપયોગની શરુઆતને લઈને તેના જાણકારોનો અલગ અલગ મત છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

જોકે 1932-33 દરમ્યાન એશિઝ સિરીઝ (Ashes series) દરમ્યાન ખતરનાક બોલીંગ આક્રમણને લઈને ચર્ચા થઈ હતી. ઈંગ્લેંડના ઝડપી બોલરો ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોના શરીરને નિશાન બનાવતા હતા. ત્યારબાદ 70ના દશકની શરુઆતમાં વેસ્ટ ઈન્ડીઝના બોલરોએ પણ આક્રમક બોલીંગે બેટ્સમેનોને સુરક્ષા માટે મજબૂર કર્યા હતા.

જે સમયે માઈકલ હોલ્ડીંગ, એંડી રોબર્ટ અને વનબર્ન હોલ્ડર જેવા ઝડપી બોલરોનું આક્રમણ ચાલતુ હતુ. તેમના ખૂબ જ ઝડપી અને બાઉન્સર બોલનો સામનો કરવો બેટ્સમેન માટે ખૂબ મુશ્કેલ થઈ પડતો હતો. ભારતીય ક્રિકેટર નરિમન કોન્ટ્રાક્ટર (Nariman Contractor)એ વેસ્ટ ઈન્ડીઝમાં બોલીંગનો સામનો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેઓએ ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી હતી.

ક્રિકેટમાં હેલ્મેટનો ઉપયોગ 1970 બાદ ધીરે ધીરે થવા લાગ્યો હતો. જોકે એ સમય દરમ્યાન ક્રિકેટર પોતાને ઈજાથી બચવા ખાસ પ્રકારની ટોપીનો ઉપયોગ કરતા હતા. હેલ્મેટનો પ્રથમ વખત ઉપયોગ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્રેહામ નીલ (Graham Neal)એ 1978માં વેસ્ટ ઈન્ડીઝ સામે રમતા પહેલા કર્યો હતો. ત્યારબાદ હેલ્મેટ લોકપ્રિય બનવા લાગ્યુ હતુ. 1990 બાદ ક્રિકેટમાં હેલ્મેટને અનિવાર્ય કરવામાં આવ્યુ હતુ.

ગ્રેહામે હેલ્મેટનો ઉપયોગ કરવા બાદ વિશ્વભરના ખેલાડીઓ તેને મહત્વ આપવા લાગ્યા હતા. જો કે આ દરમ્યાન વિવિયન રિચર્ડસને પોતાના પૂર્ણ ક્રિકેટ જીવનમાં હેલ્મેટ સાથે રમ્યા નહોતા. તેઓ હેલ્મેટને લઈને ક્યારેય ખુશી વ્યક્ત નહોતી કરી. તેઓ મેદાનમાં હેલ્મેટ વિના જ ઉતરતા હતા.

ક્રિકેટની શરુઆતમાં અલગ અલગ પ્રકારના હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં માથામાં હવાની અવર જવરની જગ્યા નહોતી રહેતી. જેને લઈને તે ખૂબ જ ગરમ રહેતુ. જેનાથી ખેલાડીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ત્યારબાદ આ હેલ્મેટ આધુનિક બનવા લાગ્યુ હતુ. જેમાં ખેલાડીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આધુનિક ટેક્નીક પ્રમાણે ફેરફાર થવા લાગ્યા હતા.

આ હેલ્મેટને ખાસ પ્લાસ્ટીક અને ફાઈબર વડે નિર્માણ કરવાનું શરુ કરાયુ હતુ. સાથે જ હેલ્મેટમાં વધુ સુરક્ષા ઉમેરવા માટે બંને કાનની પાસે સ્ટીલના મજબૂત તાર લગાવવાની શરુઆત થઈ. સાથે જ માથાને ઠંડક મળી રહે તે માટે યોગ્ય છીદ્રો પણ મુકવાની શરુઆત થઈ.

આ પણ વાંચો: Cricket: ફેન્સ સાથે સૂર્યકુમારે દિલ ખોલીને કરી વાતો, કહ્યુ ક્રિકેટર ના હોત તો ફિલ્મી પડદાનો અભિનેતા થતો

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">