AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : યુઝવેન્દ્ર ચહલ બીજીવાર લગ્ન કરવા માટે ઉત્સુક, પણ ‘ગબ્બર’ શિખર ધવન રસ્તામાં બન્યો અવરોધ

યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવન ક્રિકેટના મેદાનથી દૂર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. બંનેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બંને બીજા લગ્નની વાત કરી રહ્યા છે. ફેન્સને બંનેનો કોમેડી અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Video : યુઝવેન્દ્ર ચહલ બીજીવાર લગ્ન કરવા માટે ઉત્સુક, પણ 'ગબ્બર' શિખર ધવન રસ્તામાં બન્યો અવરોધ
Yuzvendra Chahal & Shikhar DhawanImage Credit source: Instagram
| Updated on: Oct 07, 2025 | 10:36 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના બે ફેમસ ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવન હાલમાં ભલે ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ સોશિયલ મીડિયા પર તેઓ સતત ચમકતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક કોમેડી ઈન્સ્ટાગ્રામ રીલ શેર કરી છે, જેમાં બંને “બીજા લગ્ન” વિશે મજાક કરે છે, પણ તેની પાછળ તેમના જીવનના કડવા અનુભવો છુપાયેલા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ વાયરલ થયો છે.

ધવન-ચહલની મોજ મસ્તી

કોમેડી રીલમાં શિખર ધવન, જે પોતાની યુનિક સ્માઈલ માટે જાણીતો છે, તે ચહલને કહે છે, “દીકરા, હું તારા લગ્ન પણ કરાવીશ, પણ પહેલા મને લગ્ન કરવા દો.” ચહલ આશ્ચર્યથી પૂછે છે, “પાપા, તમે પરિણીત છો?” અને પછી કેમેરો ધવનની ગર્લફ્રેન્ડ તરફ ઝૂમ થાય છે. પછી ધવન કહે છે, “આ તારી ત્રીજી માતા છે.” ચહલ મજાકમાં માથા પર હાથ રાખીને કહે છે, “ત્રીજી મમ્મી?”

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો. ઘણા યૂઝર્સે કોમેડી કોમેન્ટ્સ કરીને બંનેની એક્ટિંગની પ્રશંસા કરી. રીલમાં અમરીશ પુરીના ફેમસ ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ચહલ અને ધવને કોમેડી અંદાજમાં રજૂ કર્યો છે.

બંનેને થયા છૂટાછેડા

હકીકતમાં, બંને ખેલાડીઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. શિખર ધવને 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2023માં તેમના છૂટાછેડા થયા હતા. તેમને એક પુત્ર ઝોરાવર છે. બીજી તરફ, યુઝવેન્દ્ર ચહલે 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્ન માત્ર ચાર વર્ષ જ ચાલ્યા અને 2025ની શરૂઆતમાં તેમના છૂટાછેડા થયા.

દુઃખને હાસ્યમાં પરિવર્તિત કરવાની કળા

ક્રિકેટના ગ્રાઉન્ડથી હાલમાં દૂર હોવા છતાં, બંને ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પોતાની ક્રિએટિવિટી અને કોમેડી સાથે ચાહકોનું મનોરંજન કરવાનું ભૂલતા નથી. ચહલ અને ધવન જે રીતે તેમના અંગત દુઃખને પણ હાસ્યમાં પલટીને લોકોના ચહેરા પર સ્મિત લાવે છે, તે પ્રશંસનીય છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરના પોતાના આલીશાન ઘરમાં ટીમ ઈન્ડિયાને અપાશે પાર્ટી, ઘરની કિંમત જાણી ચોંકી જશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">