AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુઝવેન્દ્ર ચહલે રવિન્દ્ર જાડેજાનું કોમેડી મીમ બનાવી શરે કરી, લોકોએ લીધી મજા

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમ્યાનથી રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ ટીમમાં જાડેજાને સ્થાન મળ્યું છે.

યુઝવેન્દ્ર ચહલે રવિન્દ્ર જાડેજાનું કોમેડી મીમ બનાવી શરે કરી, લોકોએ લીધી મજા
Ravindra Jadeja and Yuzvenra Chahal
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:28 PM
Share

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ રહી છે. આવનાર શ્રીલંકા સામેની સીરિઝમાં રવિન્દ્ર જાડેજાને ટીમ ઇન્ડિયામાં (Team India) લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે ભારત અને શ્રીલંકા (Sri Lanka Cricket) વચ્ચે પહેલા ત્રણ મેચની ટી20 સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ 24 ફેબ્રુઆરીના રોજ લખનૌમાં રમાશે અને બાકીની બંને ટી20 મેચ ધર્મશાળા સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરિઝ પણ રમાશે. જેમાં પહેલી મેચ મોહાલી ખાતે અને ત્યારબાજ બીજી ટેસ્ટ બેંગ્લોર ખાતે રમાશે. ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમ લખનૌ આવી પહોંચી છે. ટીમ ઇન્ડિયા સાથે રવિન્દ્ર જાડેજા પણ જોડાઇ ગયો છે.

તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ક્રિકેટના મેદાનથી બહાર છે. ત્યારે આટલા મોટા સમય બાદ ટીમમાં પરત ફરતા ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે જાડેજાનું અલગ અંદાજમાં સ્વાગત કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્ટાગ્રામ સ્ટોરીમાં રવિન્દ્ર જાડેજાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે ઇન્ટાગ્રામનું એક ફિલ્ટર લગાવીને મીમના રૂપમાં ફોટો તૈયાર કર્યો હતો અને ચહલે આ ફોટો શેર કર્યો હતો.

Yuzvendra Chahal made a meme of Ravindra Jadeja and people started having fun

Ravindra Jadeja Meme

તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા ગત વર્ષે ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ભાગ લીધા બાદ જ તરત જ ટીમની બહાર થઇ ગયો હતો. ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જતો રહ્યો હતો. આ ઓલરાઉન્ડર ખેલાડીને હવે શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે જાહેર થયેલી બંને ટીમમાં સ્થાન મળ્યું છે.

જેને પગલે યુઝવેન્દ્ર ચહલે તેનું મીમ બનાવીને ઇન્ટાગ્રામમાં શેર કર્યું હતું અને તેમાં લખ્યું હતું કે “તમારૂ સ્વાગત છે જડ્ડુ પા” તેના આ મીમ શેર કર્યા બાદ આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે. જોકે યુઝવેન્દ્ર ચહલ ટીમના સાથી ખેલાડીઓ સાથે આવી મજાક-મસ્તી કરવા માટે જાણીતો છે અને તેણે અનેક ખેલાડીઓના આવી રીતે મીમ બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે અને લકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતો રહે છે.

રવિન્દ્ર જાડેજા સહિત અન્ય ભારતીય ખેલાડીઓએ કર્યો અભ્યાસ

24 ફેબ્રુઆરીના રોજ રમાનાર સીરિઝની પહેલી ટી20 મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ આજે પ્રેક્ટિસ કરી હતી. ભારતની પ્રેક્ટિસ મેચની ફોટો બીસીસીઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરી હતી. આ ફોટોમાં રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યો હતો. તેણે બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. તો એક ફોટોમાં રોહિત શર્મા પણ બેટિંગ કરતો જોવા મળે છે. અન્ય એક ફોટોમાં ટીમના હેડ કોચ તમામ ખેલાડીઓ સાથે વાત કરતા નજર આવી રહ્યા છે. એક ફોટોમાં નવા ઉપ સુકાની જસપ્રીત બુમરાહ પણ પ્રેક્ટિસમાં ભાગ લઇ રહેલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : INDvSL: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો, શ્રીલંકા સામે T20 સીરિઝમાં આ મુખ્ય ખેલાડી થયો બહાર

આ પણ વાંચો : INDvSL: રવીન્દ્ર જાડેજાનું પ્લેઇંગ 11 માં રમવું લગભગ નક્કી, ત્રણ ખેલાડીઓ પર લટકતી તલવાર, જાણો પહેલી ટી20માં ક્યા 11 ખેલાડીઓ રમશે

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">