IND vs SL:રવિન્દ્ર જાડેજાની સાથે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનો ‘ફેન’ ખુશખુશાલ, ચાહક રહેવાનુ કારણ પણ બતાવ્યુ

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને પસંદ કરતો આ ખેલાડી તેની જેમ ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર છે. મતલબ કે જો તે ટીમ ઈન્ડિયાના 'સરજી'ની સ્ટાઈલમાં બોલથી તબાહી મચાવી શકે છે તો તે બેટથી બેજોડ ઈનિંગ્સ રમવા માટે પણ સક્ષમ છે.

IND vs SL:રવિન્દ્ર જાડેજાની સાથે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતા તેનો 'ફેન' ખુશખુશાલ, ચાહક રહેવાનુ કારણ પણ બતાવ્યુ
Ravindra Jadeja ની જેમ તે ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 1:44 PM

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની પસંદગી કરવામાં આવી છે. BCCI ની પસંદગી સમિતિએ 18 સભ્યોની ટીમને મંજૂરી આપી દીધી છે. રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઈજામાંથી સાજા થયા બાદ આ ટીમમાં વાપસી કરી રહ્યો છે. પરંતુ તેના ફેન્સને પણ તેની સાથે સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે જાડેજાને પસંદ કરતો આ ખેલાડી તેની જેમ ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર છે. મતલબ કે, જો તે ટીમ ઈન્ડિયાના ‘સરજી’ની સ્ટાઈલમાં બોલથી ધમાલ મચાવી શકે છે. તો તે બેટથી બેજોડ ઈનિંગ્સ રમવા માટે પણ સક્ષમ છે. અમે વાત કરી રહ્યા છીએ સૌરભ કુમાર (Saurabh Kumar) ની, જેણે સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવીને ટીમ ઈન્ડિયાની ટિકિટ મેળવી.

ટીમ ઈન્ડિયામાં પસંદ થયેલ સૌરભ કુમાર રવિન્દ્ર જાડેજાને ખૂબ પસંદ કરે છે. સાથે જ તે વિરાટ કોહલીને પણ પસંદ કરે છે. તે જાડેજાને પસંદ કરવા પાછળનું એક મોટું કારણ એ છે કે તે બોલિંગ અને બેટિંગ બંને કરી શકે છે. યુપીથી આવેલા સૌરભ કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી.

જ્યારે જે થવાનું હોય ત્યારે જ થાય છેઃ સૌરભ કુમાર

એક મીડિયા રિપોર્ટનુસાર સૌરભ કુમારે ટીમમાં પોતાની પસંદગી અંગે વાત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમની પસંદગીમાં વિલંબ થયો છે. તો તેણે સહજતાથી કહ્યું કે જ્યારે જે થવાનું હોય છે ત્યારે જ તે થાય છે. અત્યાર સુધીની સફર સારી રહી છે કારણ કે હું સ્થાનિક ક્રિકેટમાં યુપીનું પ્રતિનિધિત્વ કરું છું અને ટીમને વિકેટ આપું છું. હું ભારતીય ટીમ માટે પણ આવું કરવા માંગુ છું. જ્યારે પણ મને તક મળશે હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પસંદગીથી ખુશ, હવે મારું શ્રેષ્ઠ આપવાનું છેઃ સૌરભ

સૌરભ કુમાર પહેલા પીયૂષ ચાવલા અને કુલદીપ યાદવ જેવા સ્પિનરો ટીમ ઈન્ડિયાની ટિકિટ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તેને તેની અપેક્ષાઓ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, હું ભારતીય ટીમમાં પસંદગીથી ખુશ છું. હું તેની અપેક્ષા રાખતો હતો કારણ કે તે અચાનક બન્યું ન હતું. તાજેતરમાં હું ઇન્ડિયા A સાથે રમ્યો હતો, તેથી તેની પણ અસર પડી છે. મારે મારા જૂના અનુભવોને યાદ કરીને આગળ વધવાનું છે અને મારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે. કુલદીપ ભાઈ પણ ટીમમાં છે, જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે.

ટીમના બાકીના સ્પિનરો સાથેની સ્પર્ધા અંગે તેણે કહ્યું કે આ સારી બાબત છે અને મને તેમાંથી ઘણું શીખવા મળશે.

આ પણ વાંચોઃ WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">