AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSL: રવીન્દ્ર જાડેજાનું પ્લેઇંગ 11 માં રમવું લગભગ નક્કી, ત્રણ ખેલાડીઓ પર લટકતી તલવાર, જાણો પહેલી ટી20માં ક્યા 11 ખેલાડીઓ રમશે

ભારત અને શ્રીલંકા ટી20 સીરિઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે, લખનઉમાં રમાશે શ્રેણીની પહેલી મેચ, પ્લેઇંગ 11 માં બે મોટા ફેરફાર જોવા મળી શકે છે.

INDvSL: રવીન્દ્ર જાડેજાનું પ્લેઇંગ 11 માં રમવું લગભગ નક્કી, ત્રણ ખેલાડીઓ પર લટકતી તલવાર, જાણો પહેલી ટી20માં ક્યા 11 ખેલાડીઓ રમશે
Ravindra Jadeja (PC: AFP)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:43 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે. 3 મેચની સીરિઝની પહેલી મેચ લખનઉમાં રમાશે. પહેલી જ મેચમાં ટીમ ઇન્ડિયાના બે મોટા ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળશે. રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ટી20 સીરિઝ માટે ટીમમાં જગ્યા મળી છે અને તેમનું રમવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. પહેલી ટી20 માં તમામની નજર રવીન્દ્ર જાડેજા પર રહેશે. કારણ કે આ ખેલાડી છેલ્લા 3 મહિનાથી ક્રિકેટના મેદાનમાંથી બહાર છે. જાડેજા ઇજાના કારણે બહાર હતો પણ હવે તે સંપુર્ણ રીતે ફિટ થઇ ગયો છે. રવીન્દ્ર જાડેજાના ફિટ થવાનો મતલબ છે કે તેનું પ્લેઇંગ 11 માં રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે. જો જાડેજા ટીમમાં પ્લેઇંગ 11માં વાપસી કરશે તો પ્રશ્ન એ થશે કે તે કોની જગ્યા પર રમશે?

રવીન્દ્ર જાડેજાને ટીમમાં લેવા માટે સુકાની રોહિત શર્માને કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. જાડેજાની ગેરહાજરીમાં વેંકટેશ અય્યર, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવામાં આવ્યા છે અને ત્રણેય શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાએ ગત સીરિઝમાં બે સ્પેશ્યાલિસ્ટ સ્પિનર પણ રમાડ્યા હચા. જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઇનો સમાવેશ થયો હતો. તો શું રવીન્દ્ર જાડેજાની વાપસી થશે તો ટીમમાં એક જ સ્પેશ્યાલિસ્ટ સ્પિનરને ટીમમાં રાખવામાં આવશે. કારણ કે જાડેજા પોતે એક શાનદાર સ્પિન બોલર છે.

રવિ બિશ્નોઈ થઇ શકે છે બહાર

એવું માનવામાં આવી રહ્યું છે કે રવીન્દ્ર જાડેજાની વાપસીથી રવિ બિશ્નોઈને બેંચ પર બેસવાનો વારો આવી શકે છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝમાં રવિ બિશ્નોઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તો એવામાં ટીમ તેના અનુભવને પ્રાથમિકતા આપી શકે છે.

ઓપનિંગ કોણ કરશે?

શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં કોણ ઓપનિંગ કરશે તે મહત્વનો પ્રશ્ન છે. વેસ્ટ ઇન્ડિઝ સામે અંતિમ ટી20 મેચમાં રોહિત શર્મા ચોથા ક્રમે ઉતર્યો હતો અને ઇસાન કિશન અને ત્રુતુરાજની જોડી ઓપનિંગમાં ઉતરી હતી. શ્રીલંકા સામે પણ એવું થઇ શકે છે અને રોહિત શર્મા ફરીથી 3 કે 4 નંબર પર આવી શકે છે.

શ્રીલંકા સામે પહેલી ટી20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા, ત્રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયય અય્યર, સુર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ.

આ પણ વાંચો : VIDEO: INDvSL: પહેલી ટી20 મેચ માટે રોહિત શર્માની સેના લખનૌ પહોંચી, 24 ફેબ્રુઆરીએ રમાશે શ્રેણીની પહેલી મેચ

આ પણ વાંચો : IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">