AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપનો મહાજંગ, મેચ જોવા જામશે સેલિબ્રિટીનો જમાવડો, સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયુ

વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી, ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે. 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બે વખતની ચેમ્પિયન ટીમ ભારત સામે થવાનો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપનો મહાજંગ, મેચ જોવા જામશે સેલિબ્રિટીનો જમાવડો, સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 10:10 AM
Share

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ જામશે.બે દાયકા પછી વર્લ્ડકપની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામ સામે છે, 1983 અને 2011 પછી ત્રીજીવખત ભારતને જીતવાની તક મળી છે. કેપ્ટન રોહિત સહિત ભારતીય ટીમના 10 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલમાં રમવાના છે.

વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી, ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે. 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બે વખતની ચેમ્પિયન ટીમ ભારત સામે થવાનો છે. ઓસ્ટ્રેલિયા ભલે પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી હોય, પરંતુ વર્તમાનમાં ભારતીય ટીમ સુપર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા વર્તમાન વિશ્વકપમાં એકપણ મેચ ન હારીને અપરાજિત છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ શરૂઆતના પ્રથમ બે મુકાબલા હાર્યા બાદ તમામ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતને 20 વર્ષ બાદ બદલો લેવાનો મોકો મળ્યો છે. 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ભારતને વિશ્વ ચેમ્પિયન બનતા અટકાવ્યું હતુ, ત્યારે આ હારનો બદલો ભારત લઇને વિશ્વ ચેમ્પિયન બને તેમ ભારતીય ફેન્સ ઇચ્છી રહ્યા છે.

સ્ટેડિયમ અને શહેર પોલીસ છાવણીમાં ફેરવાયુ

અમદાવાદ શહેરમાં ફાઇનલ મુકાબલાને લઇને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NSG, NDRF, પેરા મિલિટરી સહિત 10 હજાર જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. બાયોલોજીકલ, રેડિયોલોજીકલ, ન્યુક્લિયર થ્રેટ રોકવા NDRFની ટીમ પણ તહેનાત છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગમાં ચાંપતી નજર રાખી રહ્યુ છે. 4 IG, 23 DCP, 39 ACP, 92 PI સહિત અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ની જાહેરાત

બીજી તરફ અમદાવાદમાં ફાઇનલ મેચને લઇને શહેર પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. મેચને પગલે અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ની જાહેરાત કરવામાં આવી છે. VIP, VVIP અને મહાનુભવોના જમાવડાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે આ ખાસ જાહેરાત કરવામાં આવી છે.

દિગ્ગજોનો જોવા મળશે જમાવડો

મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે. અભિનેતા રજનીકાંત સહિત ફિલ્મી અને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ મેચ જોવા હાજર રહેશે.દર્શકોને સવારે 10.30 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મળવાનું શરુ થઇ જશે.

આ પણ વાંચો- ભારત vs ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ LIVE Updates: 20 વર્ષ જૂનો બદલો લેવા મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડિયા, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ટાઈટલ ‘ફાઇટ’

50થી વધુ ચાર્ટડ પ્લેનનું આગમન થશે

ફાઇનલ મેચ જોવા અમદાવાદના આંગણે સેલિબ્રિટીનો જમાવડો જોવા મળશે.ત્યારે મેચ પહેલા એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટડ પ્લેનનું આગમન થશે. દર 8 મિનિટે એક ચાર્ટડ પ્લેનની મુવમેન્ટ જોવા મળશે. ચાર્ટડ પ્લેનની મુવમેન્ટને પગલે શિડ્યુલ ફ્લાઇટો મોડી પડી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">