વર્લ્ડ કપ 2023: પાયલોટની કોકપિટમાંથી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો, જુઓ તસવીર
ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચ પહેલા ભારતીય વાયુસેના દ્વારા અમદાવાદમાં દર્શકો માટે ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભૂત એર શો બાદ તેના ફોટો અને વીડિયો સામે આવ્યા હતા. જેમાં વિમાનની કોકપિટમાંથી લેવામાં આવેલ કેટલાક ફોટો ખૂબ જ વાયરલ થયા હતા. કોકપિટમાથી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો ખૂબ જ શાનદાર હતો.
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલનો જંગ જામ્યો છે. ત્યારે આ રોમાંચક ફાઈનલ મુકાબલા પહેલા સ્ટેડિયમમાં હાજર એક લાખથી વધુ દર્શકો અનેક ખાસ શો ની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભારતીય વાયુ સેનાના એર શો એ બધાના હોશ ઉડાવી દીધા હતા.
વિમાનોની એરોબેટિક ટીમના દિલધડક કરતબ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ શરૂ થવા પહેલા વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ હતું. ભારતીય વાયુ સેના દ્વારા મેચ પહેલા ઐતિહાસિક એર શો યોજવામાં આવ્યો હતો. 9 વિમાનોની એરોબેટિક ટીમના દિલધડક કરતબ જોઈ સ્ટેડિયમમાં હાજર દર્શકોની સાથે ટીવી અને મોબાઈલ પર જોઈ રહેલ તમામ લોકોને અદભૂત નજારો જોવા મળ્યો મળ્યો.
વિમાનની કોકપિટમાંથી સ્ટેડિયમનો અદભૂત નજારો
વર્લ્ડ કપ ફાઈનલ પહેલાના એર શો ના જે ફોટો અને વિડીયો વાયરલ થયા હતા, તેમાં વિમાનની કોકપિટમાંથી ક્લિક કરવામાં આવેલા ફોટો ખૂબ જ વાયરલ થયા હતા. આ ફોટોમાં આકાશમાંથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના અતિ સુંદર અને જોરદાર ફોટો સામે આવ્યા બાદ અનેક લોકોએ આ ફોટો શેર કર્યા હતા.
આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023: કોહલી સાથે ઓસ્ટ્રેલિયાએ રચ્યું ષડયંત્ર, આઉટ કરવા શોધ્યો નવો રસ્તો!