AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : વિઝા વિવાદ પર PCBનું નિવેદન, જય શાહનો માન્યો આભાર

ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા આવતા પહેલા પાકિસ્તાન ટીમના વિઝા અંગે વિલંબ બાદ આખરે પાકિસ્તાનની ટીમને વિઝા મળી જતા 27 સપ્ટેમ્બરે બાબર સહિત ટીમના ખેલાડીઓ ભારત આવશે. વિઝા મળ્યા બાદ PCBએ BCCI સેક્રેટરી જય શાહનો આભાર માન્યો હતો.

Pakistan : વિઝા વિવાદ પર PCBનું નિવેદન, જય શાહનો માન્યો આભાર
Babar Azam & Jay Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:05 PM
Share

ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. વર્લ્ડ કપમાં ભાગ લેવા વિદેશી ટીમોનું ભારતમાં આગમન શરૂ થઈ ગયું છે. પાડોશી દેશ પાકિસ્તાન પણ વર્લ્ડ કપમાં રમવા આતુર છે, પરંતુ પાકિસ્તાન (Pakistan) ટીમના વિઝાને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે ટીમ 27 સપ્ટેમ્બરે ભારત આવશે. ભારત આવતા પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે (Babar Azam) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી પોસ્ટ

વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા પાકિસ્તાન ટીમના વિઝાને લઈ વિવાદ અને ચર્ચાઓ ચાલી રહ્યો હતો, જે અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરી વિઝા મળવા અંગે જાણકારી આપી હતી અને સાથે જ BCCI સેક્રેટરી જય શાહનો આભાર માન્યો હતો.

વિઝા માટે અરજી કરનાર છેલ્લી ટીમ

વિઝા વિવાદ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે 19 સપ્ટેમ્બરે ભારતના વિઝા માટે અરજી કરી હતી, પાકિસ્તાન વિઝા માટે અરજી કરનાર છેલ્લી ટીમ હતી, તેમ છતાં BCCIએ અમને સાથ આપ્યો અને 25 સપ્ટેમ્બર સુધી અમને વિઝા મળી ગયા. આ બદલ તેમણે BCCIનો પણ આભાર માન્યો હતો.

અફવાઓનું ખંડન કર્યું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિઝા મળવામાં મોડું થવા અંગે દુનિયાભરના ક્રિકેટ ફેન્સ વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. કેટલાક ફેન્સ આ વાતને નેગેટિવ રીતે જોઈ રહ્યા હતા અને અફવાઓ ફેલાવી રહ્યા હતા. જે અંગે ખૂબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરી અફવાઓને સમાપ્ત કરી હતી.

આ પણ વાંચો : World Cup 2023: ભારત આવતા પહેલા બાબર આઝમે મીડિયા પર લગાવ્યો મોટો આરોપ

ભારત સરકારનો આભાર માન્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપમાં ટીમના વિઝા અંગે એપ્લાય કરનાર સૌથી છેલ્લી ટીમ હતી, એવામાં તેમના વિઝા અંગેની પ્રક્રિયા અન્ય ટીમો બાદ થઈ હતી, જે અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાણકારી આપી હતી. છેલ્લે વિઝા એપ્લાય કર્યા બાદ પણ આટલી જલ્દી વિઝા આપવા બદલ PCBએ BCCI અને ભારત સરકારનો આભાર માન્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">