World Championship of Legends 2024 : પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે હારી ભારતની લિજેન્ડ્સ ક્રિકેટ ટીમ, ઈરફાન પઠાણની 1 ઓવરમાં 25 રન
ભારતને વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસ 2024ની 8મી મેચમાં પાકિસ્તાનના હાથે 68 રનથી હાર મળી છે. આ મેચમાં પાકિસ્તાને 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 175 ર બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2024ની 8મી મેચ શનિવારે રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા હતા. ચાહકોને આશા હતી કે, આ મેચ હાઈસ્કોરિંગ જોવા મળશે.પરંતુ આ મેચમાં ભારતીય ટીમને 68 રનથી હારનો સામનો કરવો પડ્યો છે.આ મેચમાં ઈરફાન પઠાણે 1 ઓવરમાં 25 રન આપ્યા. તો યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ પણ ફેલ રહ્યા હતા.યુવરાજ સિંહ ઈજાગ્રસ્ત હોવાને કારણે આ મેચમાં કેપ્ટનશીપ હરભજન સિંહે કરી હતી. યુવરાજે આ મેચમાં બેટ્સમેનની ભૂમિકા નિભાવી હતી.
View this post on Instagram
લિજેન્ડસ ચેમ્પિયનશીપનો અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર
પાકિસ્તાનના કામરાન અકમલ અને શરજીલ ખાનની જોડીએ ભારતીય બોલરનો પરસેવો પાડી દીધો હતો. બંન્ને વચ્ચે પહેલી વિકેટ 10.5 ઓવરમાં 145 રનની પાર્ટનરશીપ કરી હતી.કામરાને 40 બોલમાં 70 રન, શરજીલે 30 બોલમાં 72 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા સોહેબ મકસુદે 26 બોલમાં 51 રનની ઈનિગ્સ રમી પાકિસ્તાનનો સ્કોર 200ને પાર કર્યો હતો. શોએબ મલિકે 25 રનની ઈનિગ્સ રમી હતી.પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. આ લિજેન્ડસ ચેમ્પિયનશીપનો અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર છે.
View this post on Instagram
ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક લગાવી
244 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. રૈનાએ 52 રનની ઈનિગ્સ રમી હતી. તો યુવરાજ સંહ 14 રન બનાવી આઉટ થયો હતો અને યુસુફ પઠાણ ખાતું પણ ખોલી શક્યો ન હતો. પાકિસ્તાનની ભારત સામે આ જીતની સાથે ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક લગાવી છે. આ ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારત ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે.
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસમાં ભારતના અનેક ખેલાડીઓ આજે જોવા મળશે. જેમાં રોબિન ઉથપ્પાથી લઈ યુવરાજ સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ સહિત ક્રિકેટ સ્ટાર સામેલ છે, જો તમે આ લીગની લાઈવ મેચ જોવા માંગો છો તો ટીવી પર સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકશો.