AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup: ભારત માટે ‘કરો યા મરો’ મેચ, ઓસ્ટ્રેલિયા સામે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ

મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય મહિલા ટીમ આજે પોતાના અભિયાનની સૌથી મહત્વપૂર્ણ મેચ રમશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમનો સામનો મજબૂત ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત માટે આ મુકાબલો સેમિફાઈનલમાં પહોંચવા માટે નિર્ણાયક છે. જો તમે આ હાઈ-વોલ્ટેજ મેચ જોવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો મેચનો સમય, સ્થળ અને લાઈવ પ્રસારણની સંપૂર્ણ વિગતો.

Womens T20 World Cup: ભારત માટે 'કરો યા મરો' મેચ, ઓસ્ટ્રેલિયા સામે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોવી મેચ
IND W vs AUS WImage Credit source: X
| Updated on: Jun 27, 2026 | 10:18 PM
Share

મહિલા T20 વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચોમાં સેમિફાઈનલની તસવીર સ્પષ્ટ થવાની છે. ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ‘કરો અથવા મરો’ જેવી છે. હરમનપ્રીત કૌરની ટીમ જીત સાથે સીધી સેમિફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે, જ્યારે હારની સ્થિતિમાં તેને અન્ય પરિણામો પર નિર્ભર રહેવું પડી શકે છે.

ભારત માટે કરો યા મરો મેચ

ગ્રુપ-1 માં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. બીજી તરફ ભારત અને દક્ષિણ આફ્રિકા બંને પાસે છ-છ પોઈન્ટ છે. જો ભારત હારી જાય અને દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશને હરાવી દે, તો ભારતીય ટીમની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ શકે છે. જોકે દક્ષિણ આફ્રિકા હારી જાય તો નેટ રન રેટ ભારતને મદદ કરી શકે છે.

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 37 મેચ રમાઈ છે. તેમાં ઓસ્ટ્રેલિયાએ 27 મેચ જીતી છે, જ્યારે ભારત માત્ર 9 મેચ જીતવામાં સફળ રહ્યું છે. મહિલા T20 વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. 2020 ની ફાઇનલ અને 2023ની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.

મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ 28 જૂને લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે યોજાશે. બંને ટીમો જીત સાથે આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે.

JioHotstar-સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ

ભારતીય ક્રિકેટ ચાહકો આ મુકાબલો JioHotstar પર લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકશે. ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 HD, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 HD ચેનલ પર પણ મેચનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સેમિફાઇનલની ટિકિટ માટેનો આ જંગ ચાહકો માટે રોમાંચથી ભરપૂર રહેવાનો છે.

Womens T20 World Cup: સેમિફાઈનલની ટિકિટ સામે વરસાદનું સંકટ, શું લંડનમાં તૂટશે ટીમ ઈન્ડિયાનું સપનું?

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">