AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં કેમ રડ્યો હતો વિરેન્દ્ર સેહવાગ, વર્ષો પછી કર્યો ખુલાસો, જુઓ Video

ભારતીય ટીમ 2003-04માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી અને તે ટુર્નામેન્ટ દરમિયાન સેહવાગ સાથે પાકિસ્તાનમાં એવી ઘટના બની કે વીરેન્દ્ર સેહવાગ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો, જેનો ખુલાસો તેણે વર્ષો બાદ કર્યો હતો.

પાકિસ્તાનમાં કેમ રડ્યો હતો વિરેન્દ્ર સેહવાગ, વર્ષો પછી કર્યો ખુલાસો, જુઓ Video
Emotional Virender Sehwag
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 8:29 PM
Share

Sports News: ભારતીય ક્રિકેટ ટીમે લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ટીમ ઈન્ડિયા છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી અને એશિયા કપ રમી હતી. પરંતુ આ પછી ભારતીય ટીમે ક્યારેય પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. 2004-05માં ભારતે પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ક્રિકેટ રમી હતી અને ત્યારબાદ 2005-06માં પણ ભારત પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું. હવે ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના પ્રવાસ અંગે એક કિસ્સો સંભળાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેની સાથે કઈંક એવું બન્યું કે તે ભાવુક થઈ ગયો હતો.

પાકિસ્તાનમાં ખૂબ પ્રેમ મળ્યો

જો કે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય રીતે ઘણી લડાઈ ચાલી રહી છે, પરંતુ સેહવાગે જે કિસ્સો સંભળાવ્યો છે તે જોઈને ખબર પડે છે કે પાકિસ્તાનમાં ભારતીયોને ઘણો પ્રેમ અને સન્માન આપવામાં આવે છે. સેહવાગે ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં વાત કરતા આ કિસ્સો કહ્યો હતો. સેહવાગે કહ્યું કે જ્યારે ભારતીય ટીમ 2003-04માં પાકિસ્તાન ગઈ હતી, ત્યારે બીજી ટેસ્ટ મેચ લાહોરમાં હતી. સેહવાગે કહ્યું કે તેણે તેની માતા, માસી અને બહેનો માટે કપડાં ખરીદ્યા હતા. તે લોકોએ આ માટે પૈસા ન લીધા અને કહ્યું કે તમે અમારા મહેમાન છો, તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકાય.

ભાવુક થઈ ગયો હતો સેહવાગ

સેહવાગે કહ્યું કે તે પાકિસ્તાનમાં જ્યાં પણ ગયો ત્યાં કોઈ જગ્યા એવી નથી જ્યાં તેને પ્રેમ ન મળ્યો હોય. જ્યારે તેણે કહ્યું કે તે દિલ્હીનો છે તો લોકોએ તેની સાથે ઘણી બધી વાતો શેર કરી, જે બાદ તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સેહવાગે પાકિસ્તાન સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. તેણે 2003-04માં પાકિસ્તાનના પ્રવાસમાં મુલતાનમાં 309 રનની ઈનિંગ રમી હતી. આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

આ પણ વાંચોઃ WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી, ભારતીય બોલરોની લઈ ચૂક્યો છે ક્લાસ

ખેલાડીઓ વચ્ચે સારી મિત્રતા

સેહવાગે જે કહાની સંભળાવી છે, એવી જ કેટલીક વાર્તાઓ ભારતીય ક્રિકેટ દ્વારા ભૂતકાળમાં પણ કહેવામાં આવી છે. ભારતીય ખેલાડીઓને પાકિસ્તાનમાં ઘણો પ્રેમ મળ્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મિત્રતા પણ ઘણી સારી રહી છે. શોએબ અખ્તર, હરભજન સિંહ, સેહવાગ, યુવરાજ સિંહ ખૂબ સારા મિત્રો માનવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">