WTC Final: ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલે કરી મોટી ભૂલ, રાહુલ દ્રવિડ થયો ગુસ્સે!

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ થોડા નારાજ દેખાતા હતા. ખરેખર, જે વાત પર દ્રવિડ ગુસ્સે થયો હતો તે શુભમન ગિલની ભૂલનું પરિણામ હતું. શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ માટે મોડો પહોંચ્યો હતો, જેને લઈ કોચ થોડા નારાજ થયા હતા.

WTC Final: ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલે કરી મોટી ભૂલ, રાહુલ દ્રવિડ થયો ગુસ્સે!
WTC Final 2023
Follow Us:
Smit Chauhan
| Edited By: | Updated on: Jun 05, 2023 | 6:29 PM

લંડન પહોંચ્યા બાદ 4 જૂને Team Indiaએ ઓવલ ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે સવારે ઓવલ ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું હતું. પ્રેક્ટિસ તો શરૂ થઈ ગઈ, પરંતુ તે પહેલા જે કંઈ થયું તેનાથી ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ થોડા નારાજ દેખાતા હતા. ખરેખર, કોચ રાહુલ દ્રવિડના ગુસ્સાનું કારણ શુભમન ગિલની એક નાનકડી ભૂલ હતી.

હવે સવાલ એ છે કે જે બેટ્સમેન સાથે અત્યારે ક્રિકેટમાં બધું બરાબર ચાલી રહ્યું છે તેની સાથે શું ખોટું થઈ શકે? શુભમન ગિલની આ ભૂલ તેની અનુશાસનહીનતા સાથે જોડાયેલી છે. હવે તમે કહેશો કે શુભમન ગિલ પોતાની રમત પર એકદમ ફોકસ છે તો પછી તે કઈ રીતે અનુશાસનહીન હોઈ શકે. પરંતુ આવું ઓવલ ખાતે પ્રેક્ટિસ સેશનમાં થયું છે, જે બાદ ગિલની આવી ભૂલને કારણે જ રાહુલ દ્રવિડ તેનાથી નારાજ થયા હતા.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે 30 કરોડનું દાન આપ્યું ! જાણો શું છે સત્ય?

પ્રેક્ટિસ માટે મોડો પહોંચ્યો ગિલ

વાસ્તવમાં થયું એવું કે જ્યારે લંડનમાં ટીમ ઈન્ડિયાની પહેલી પ્રેક્ટિસ થઈ હતી ત્યારે શુભમન ગિલ ત્યાં મોડો પહોંચ્યો હતો. તે ત્યાં પહોંચે તે પહેલા જ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ હતી. આ પ્રેક્ટિસ સેશન પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચમાં ભારતીય ટીમે જે ક્રમમાં બેટિંગ કરે છે, તે જ ક્રમમાં પ્રેક્ટિસ કરવાની હતી. પરંતુ, ગિલના મોડા આવવાને કારણે આ થઈ શક્યું નહીં.

ગિલને દ્રવિડ તરફથી શું સજા મળી?

શુભમન ગિલની આ વાત પર રાહુલ દ્રવિડ થોડો ગુસ્સે થયો હતો. તેણે રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને પ્રેક્ટિસ માટે મોકલ્યો હતો. આ પછી જ્યારે ગિલ ત્યાં પહોંચ્યો તો તેણે પોતાની પ્રેક્ટિસ માટે રાહ જોવી પડી હતી. રાહુલ દ્રવિડે ત્યારબાદ ગિલ સાથે વાતચીત કરી હતી અને બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">