WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી, ભારતીય બોલરોની લઈ ચૂક્યો છે ક્લાસ
એન્ડી ફ્લાવર હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયેલો છે. પરંતુ એક કન્સલ્ટન્ટ તરીકે તે આગળ પણ ઓસ્ટ્રેલિયન ટીમની અંદર જોવા મળી શકે છે.
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન અને પોતાના સમયના ડેશિંગ બેટ્સમેન એન્ડી ફ્લાવર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરશે. તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે સલાહકાર તરીકે જોડાયો છે. એન્ડી ફ્લાવર અગાઉ ઈંગ્લેન્ડની ટીમનો મુખ્ય કોચ રહી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તે ઈંગ્લેન્ડની સ્થિતિ અને તેના મિજાજથી સારી રીતે વાકેફ છે, જેનો પૂરો ફાયદો કાંગારૂ ટીમને મળતો જોવા મળી શકે છે.
એન્ડી ફ્લાવર ઓસ્ટ્રેલિયા ટીમનો સલાહકાર
ઓસ્ટ્રેલિયન ટીમે સોમવારે ઓવલના મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. તેની પ્રેક્ટિસ એન્ડી ફ્લાવરની દેખરેખ હેઠળ થઈ હતી. ફ્લાવરે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ સાથેના પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે એન્ડી ફ્લાવર હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાયેલો છે. પરંતુ એક કન્સલ્ટન્ટ તરીકે તે આગળ પણ ઓસ્ટ્રેલિયન ટીમની સાથે જોવા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ફાયદો મળશે
એન્ડી ફ્લાવરની બેટિંગમાં સામેલ થવાનો સૌથી મોટો ફાયદો ઓસ્ટ્રેલિયન ટીમને મળશે. ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ ઓપનર પોતાના જમાનાનો દમદાર બેટ્સમેન રહ્યો છે. તેણે ઝિમ્બાબ્વે માટે 63 ટેસ્ટમાં 51થી વધુની એવરેજથી 4794 રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ WTC Final: ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલે કરી મોટી ભૂલ, રાહુલ દ્રવિડ થયો ગુસ્સે!
ભારત સામે ફ્લાવરનો શાનદાર રેકોર્ડ
ભારત સામે એન્ડી ફ્લાવરનો રેકોર્ડ દમદાર રહ્યો છે. જ્યારે પણ તે ટીમ ઈન્ડિયાની સામે રમ્યો છે ત્યારે ભારતીય બોલરોની મેદાનમાં ચારેકોર ધોલાઈ કરી છે અને તેને આઉટ કરવું પણ બોલરો માટે માથાનો દુઃખાવો સાબિત થયું હતું. ફ્લાવરે પોતાના કરિયરમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કુલ 9 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 94.83ની એવરેજથી 1138 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી પણ ફટકારી હતી. ભારતીય મેદાન પર એન્ડી ફ્લાવરની એવરેજ 117થી પણ વધુ છે.
🇿🇼 Andy Flower 232* vs India, Nagpur, 25 November 2000#Zimbabwe #indvzim #testcricket pic.twitter.com/Vy0dwaWwN6
— Zeus 🏏🏉 (@Zeus_Cricket) July 9, 2021
ઓસ્ટ્રેલિયાને સ્પિન રમવામાં મદદ કરશે
WTCની ફાઈનલ ભારતમાં નહીં પરંતુ ઈંગ્લેન્ડના મેદાન પર રમાવવાની છે, છતાં ફ્લાવરનો ભારત સામે એક ખેલાડી અને કોચ તરીકેનો અનુભવ ચોક્કસથી કાંગારૂ ટીમને મદદરૂપ સાબિત થશે. ખાસ કરીને તેની ભારતીય બોલરો સામે રમવાની ટેકનિક ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની સ્પિનરો સામે રમવાની મુશ્કેલીઓ દૂર કરી શકે છે.