ધર્મશાળા ટેસ્ટમાં ત્રીજા દિવસે રોહિત શર્મા સાથે એવું શું થયું કે બુમરાહે કરવી પડી ટીમની કપ્તાની?

ભારતીય ટીમે ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ટેસ્ટ સિરીઝ ત્રીજા જ દિવસે જીતી હતી. જોકે મેચમાં બધાના મનમાં એક સવાલ હતો કે, રોહિત શર્મા ક્યાં છે? અને તેની જગ્યાએ બુમરાહ કેમ કપ્તાનઈ કરી રહ્યો છે? આખરે BCCI એ આ અંગે પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

ધર્મશાળા ટેસ્ટમાં ત્રીજા દિવસે રોહિત શર્મા સાથે એવું શું થયું કે બુમરાહે કરવી પડી ટીમની કપ્તાની?
Rohit Sharma & Jasprit Bumrah
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 6:20 PM

ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી પરંતુ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન રોહિત શર્મા મેદાનમાં ઉતર્યો નહોતો. તેના સ્થાને ટીમનો વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો હતો. મેચના ત્રીજા દિવસે શનિવારે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી ત્યારે તેનો કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે નહોતો. તેના સ્થાને જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ જોઈને બધાને નવાઈ લાગી.

BCCIએ આપી જાણકારી

BCCIએ રોહિતના ત્રીજા દિવસે મેદાનમાં ન આવવા પાછળનું કારણ જાનવ્યું હતું. નું કારણ આપ્યું છે. BCCIએ સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી. BCCIએ લખ્યું- રોહિત ત્રીજા દિવસે મેદાન પર આવ્યો નથી કારણ કે તેની પીઠ જકડાઈ ગઈ છે અને તેથી તે આરામ લઈ રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રોહિતની કેપ્ટન ઈનિંગ

રોહિતે ભારતની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 103 રનની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગ ટીમ ઈન્ડિયા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ અને આનાથી ટીમ ઈન્ડિયાના મોટા સ્કોરનો પાયો નાખ્યો. રોહિતે 162 બોલનો સામનો કરીને 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે શુભમન ગિલ સાથે 171 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ જ ટીમ ઈન્ડિયાના મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.

શ્રેણીની બીજી સદી

ગિલે પણ સદી ફટકારી હતી. તેણે 110 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોની આ શ્રેણીની આ બીજી સદી હતી. રોહિત પ્રથમ મેચમાં નિષ્ફળ જતાં તેની ટીકા થઈ હતી પરંતુ તેણે ત્રીજી મેચમાં પુનરાગમન કર્યું હતું અને સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે ચોથી ટેસ્ટ મેચમાં અર્ધશતક અને પાંચમી મેચમાં સદી ફટકારી હતી.

શ્રેણી જીતી ભારતે રચ્યો ઈતિહાસ

આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેઝબોલે ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તે હારી ગયું હતું. પરંતુ રોહિતની કપ્તાનીમાં ભારતે પુનરાગમન કર્યું અને સતત ચાર મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. ટીમ ઈન્ડિયાએ પાંચમી મેચમાં જીત સાથે જ 112 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. 112 વર્ષ બાદ કોઈ ટીમે પહેલી મેચ હાર્યા બાદ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી છે.

આ પણ વાંચો : IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવી 112 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">