IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવી 112 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું પરંતુ ભારતે આ મેચ જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ભારતને તે પ્રકારની સ્પર્ધા ન આપી શકી જેની અપેક્ષા હતી. પરિણય એ આવ્યું કે ભારતે સતત ચાર મેચ જીતી ટેસ્ટ સિરીઝ 4-1થી પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો હતો.

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવી 112 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો
Team India
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 6:00 PM

રોહિત શર્મા અને શુભમન ગિલની સદીઓ બાદ ભારતે રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલિંગના આધારે પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે શનિવારે ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રનથી હરાવ્યું હતું. ભારતે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી હતી.

ભારતે 4-1થી શ્રેણી જીતી

ધર્મશાળા ટેસ્ટ આ શ્રેણીની પ્રથમ મેચ છે જે ત્રણ દિવસમાં પૂરી થઈ હતી. અગાઉ ચારેય મેચ ચોથા દિવસ સુધી ચાલી હતી. ટીમ ઈન્ડિયાની આ જીત એકદમ ઐતિહાસિક છે કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં 112 વર્ષ બાદ કોઈ ટીમે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ 4-1ની સ્કોરલાઈન સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી જીતી છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે જોરદાર કમબેક કરતાં બાકીની ચારેય મેચમાં જીત મેળવી 112 વર્ષ જુના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જેમ્સ એન્ડરસનની 700 ટેસ્ટ વિકેટ

મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ તેના ગઈકાલના સ્કોર સામે આઠ વિકેટના નુકસાન પર 473 રનથી ઈનિંગની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ પોતાના ખાતામાં માત્ર ચાર રન ઉમેરી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. જેમ્સ એન્ડરસને કુલદીપ યાદવને આઉટ કરીને ટેસ્ટમાં પોતાની 700 વિકેટ પૂરી કરી હતી. આ પછી શોએબ બશીરે જસપ્રિત બુમરાહને આઉટ કરીને ભારતીય ઈનિંગ્સનો અંત આણ્યો હતો. ભારતે ઈંગ્લેન્ડ પર 259 રનની લીડ મેળવી હતી. આ લીડ ઈંગ્લેન્ડ માટે ઘણી વધારે સાબિત થઈ અને તેને એક દાવથી હારનો સામનો કરવો પડ્યો.

અશ્વિને 36મી વખત પાંચ વિકેટ લીધી

પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ માટે ચાર વિકેટ લેનાર અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી અને આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો હતો. તેણે આ મામલે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો. અશ્વિને 36મી વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી જ્યારે કુંબલેએ 35 વખત આવું કર્યું હતું.

100મી ટેસ્ટમાં અશ્વિન ચમક્યો

રોહિતની પીઠમાં દુઃખાવો હતો તેથી તે મેદાન પર આવ્યો ન હતો. તેની જગ્યાએ બુમરાહે કેપ્ટનશીપ સંભાળી અને પ્રથમ ઓવર અશ્વિનને આપી. અશ્વિને પહેલી જ ઓવરમાં બેન ડકેટને આઉટ કર્યો હતો. તે બે રન બનાવી શક્યો હતો. આ ઓફ-સ્પિનરનો આગળનો શિકાર જેક ક્રોલી હતો, જે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. અશ્વિને ઓલી પોપને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો જે 19 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ (2) પણ અશ્વિનની સ્પિનમાં કેચ આઉટ થયો હતો. અશ્વિને વિકેટકીપર બેન ફોક્સ (8)ને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી.

બેરસ્ટો 100મી ટેસ્ટમાં ફ્લોપ રહ્યો

અશ્વિન એક છેડેથી વિકેટો લઈ રહ્યો હતો અને ઈંગ્લેન્ડ ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન જો રૂટે બીજા છેડેથી પોતાને સ્થાપિત કરી લીધો હતો. તે સતત રન બનાવી રહ્યો હતો. અશ્વિન સાથે પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલો જોની બેરસ્ટો આ વખતે સારી ઈનિંગ રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ ફરી એકવાર કુલદીપ યાદવની સ્પિન તેના માટે ન સમજાય તેવી કોયડો સાબિત થઈ. કુલદીપે તેને LBW કર્યો. બેયરસ્ટોએ 31 બોલમાં 39 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

જો રૂટની લડાયક બેટિંગ

બુમરાહે એક જ ઓવરમાં ટોમ હાર્ટલી અને માર્ક વુડને આઉટ કરીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ બશીરને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને નવમો ઝટકો આપ્યો હતો. રુટ તેની સદી તરફ જઈ રહ્યો હતો પરંતુ આ રસ્તો તેના માટે સરળ ન હતો કારણ કે ટીમ પાસે વિકેટો નહોતી. આવી સ્થિતિમાં, રૂટ એટેક કરવા માંગતો હતો અને કુલદીપના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે કેચ આઉટ થયો હતો. તેનો કેચ બુમરાહે પકડ્યો હતો. રૂટે 128 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાના સ્પિનરોએ કર્યો કમાલ

ભારતીય ટીમ માટે અશ્વિને 14 ઓવરમાં 77 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. બુમરાહ અને કુલદીપ યાદવને બે-બે વિકેટ મળી હતી. જાડેજાને એક વિકેટ મળી હતી. કુલદીપે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. જાડેજાને પ્રથમ દાવમાં પણ એક વિકેટ મળી હતી.

ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોની શાનદાર બેટિંગ

ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શકી ન હતી. આ પછી, તેમની બોલિંગ પણ ભારતની બેટિંગ સામે નબળી અને બિનઅનુભવી દેખાતી હતી. ભારત તરફથી શુભમન ગિલે 113 રન, રોહિત શર્માએ 103 રન બનાવ્યા હતા. ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 57 રનની ઈનિંગ રમી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા દેવદત્ત પડિકલ 65 રન બનાવવામાં સફળ રહ્યા હતા. સરફરાઝ ખાને 56 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો : રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">