IND vs WI, 5th T20 : 746 દિવસ બાદ ભારતીય ટીમને ટી20 સિરીઝમાં મળી હાર, વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3-2થી જીતી સિરીઝી
IND vs WI, 5th T20 : ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ અને વનડે સિરીઝ પર કબજો જમાવ્યો હતો. અંતિમ ટી20 મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ પાસે ટી20 સિરીઝ પર કબજો કરવાની તક હતી. પણ ભારતીય ટીમ આ કમાલ કરવામાં નિષ્ફળ રહી હતી.
Florida : અમેરિકામાં ફ્લોરિડાના Central Broward Park & Broward County Stadiumમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. અંતિમ ટી20માં જીત મેળવીને ટી20 સિરીઝ (T20 Series) જીતવાની બંને ટીમ પાસે તક હતી. વેન્ડિઝ ખેલાડીઓ પોતાનું સ્વાભિમાન બચાવવા માટે મેદાન પર ઉતર્યા હતા. અને આ ટીમે તે કરી બતાવ્યું.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને આપેલા 166 રનના ટાર્ગેટને વિન્ડીઝ ખેલાડીઓએ 18મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો. વરસાદને કારણે આ મેચમાં 3 વાર વિઘ્ન સર્જાયુ હતુ. છેલ્લે ભારતીય ટીમ શ્રીલંકા સામે વર્ષ 2021માં ટી20 સિરીઝ હારી હતી. તે સમયે શ્રીલંકાની ટીમે 2-1થી સિરીઝ જીતી હતી. અને આજે વિન્ડીઝ ખેલાડીઓએ 3-2થી 5 ટી20 મેચની સિરીઝ જીતી છે.
હમણા સુધીના ઈતિહાસમાં ભારતીય ક્રિકેટ ટીમ 5 મેચની ટી20 સિરીઝ 5 વાર રમી છે. જેમાંથી 3 સિરીઝમાં જીત અને એક સિરીઝ ડ્રો રહી છે. આજે પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમને 5 મેચની ટી20 સિરીઝમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડયો છે.
આ પણ વાંચો : FIFA Women’s World Cup: 10 રાઉન્ડના દિલધડક પેનલ્ટી શૂટઆઉટ બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યુ, જુઓ Video
પ્રથમ 2 ટી20 મેચમાં જીત મેળવીને વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 મેચની ટી20 સિરીઝમાં લીડ મેળવી હતી. પરતું ત્રીજી અને ચોથી ટી20 મેચ જીતીને ભારતીય ટીમે 2-2થી આ સિરીઝમાં બરાબરી કરી હતી. તેથી જ અંતિમ મેચમાં જીત મેળવી સિરીઝ જીતવા પર બંને ટીમની નજર હતી.
પ્રથમ ઈનિંગમાં શું થયું ?
પ્રથમ ઈનિંગમાં 20 ઓવરના અંતે ભારતીય ટીમે 9 વિકેટના નુકશાન સાથે 165 રન બનાવ્યા. ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલે 5 રન, શુભમન ગિલે 9 રન, સૂર્યાકુમાર યાદવે 61 રન, તિલક વર્માએ 27 રન, સંજૂ સેમસેને 13 રન અને હાર્દિક પંડયાએ 14 રન બનાવ્યા હતા. સંજૂ સેમસેને આજે ટી20 કરિયરમાં 6 હજાર રન પૂરા કર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે સૌથી વધારે વિકેટ Romario Shepherd લીધી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે Akeal Hosein-Jason Holderએ 2-2 વિકેટ લીધી હતી. ટી20 કરિયરની 50મી ઈનિંગમાં સૂર્યાકુમાર યાદવે 15મી ફિફટી ફટકારી હતી. આ સાથે જ તેણે બાબર અને વિરાટ કોહલીની સરખામણી કરી હતી.
ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ: બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ.
આ પણ વાંચો : ODI વર્લ્ડ કપ ટાઈટલ બચાવવા ઈંગ્લેન્ડ બેન સ્ટોક્સને નિવૃત્તિ પાછી ખેંચવા કરશે વિનંતી