ODI વર્લ્ડ કપ ટાઈટલ બચાવવા ઈંગ્લેન્ડ બેન સ્ટોક્સને નિવૃત્તિ પાછી ખેંચવા કરશે વિનંતી

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ગયા વર્ષે જુલાઈમાં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લેન્ડને હવે તેની ખોટ પડી રહી છે, જેના કારણે સ્ટોક્સની સાથે ODI વર્લ્ડ કપ પહેલા વાપસી કરવા અંગે વાત કરવામાં આવશે.

ODI વર્લ્ડ કપ ટાઈટલ બચાવવા ઈંગ્લેન્ડ બેન સ્ટોક્સને નિવૃત્તિ પાછી ખેંચવા કરશે વિનંતી
Ben Stokes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 3:30 PM

ઈંગ્લેન્ડે (England) 2019માં ઘરઆંગણે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ઈંગ્લેન્ડે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડને આ ખિતાબ જીતવામાં મદદ કરવામાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ગયા વર્ષે જુલાઈમાં સ્ટોક્સે બધાને ચોંકાવી દીધા હતા અને ODI ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

સ્ટોકસે ટેસ્ટ ટીમમાં રમવાનું ચાલુ રાખ્યું

જો કે તે ટેસ્ટ રમી રહ્યો છે અને ટીમનું સુકાન સંભાળી રહ્યો છે, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ ઇચ્છે છે કે સ્ટોક્સ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપમાં રમે અને તેથી ટીમ મેનેજમેન્ટ તેની સાથે ODIમાંથી નિવૃત્તિ અંગે વાત કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એશિઝ શ્રેણીમાં સ્ટોક્સનું સારું પ્રદર્શન

ઇંગ્લેન્ડની ટીમ સ્ટોક્સને નિષ્ણાત બેટ્સમેન તરીકે રમાડવાના મૂડમાં છે. ઇંગ્લેન્ડે તાજેતરમાં સ્ટોક્સની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે એશિઝ શ્રેણી જીતતા અટકાવ્યું હતું. ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં પ્રથમ બે મેચ હારી ગયું હતું પરંતુ ત્યારબાદ તેણે વાપસી કરી હતી. આ દરમિયાન સ્ટોક્સના ઘૂંટણની ઈજાએ પણ તેને પરેશાન કરી દીધો હતો પરંતુ તેનું બેટ જોરદાર ચાલ્યું હતું.

કેપ્ટન બટલર વાત કરશે

અંગ્રેજી અખબાર ડેઈલી મેલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે મંગળવારે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરશે, જેમાંથી વર્લ્ડ કપની અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે. આ પહેલા કેપ્ટન જોસ બટલર ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સ સાથે નિવૃત્તિમાંથી વાપસી અંગે વાત કરશે. બટલરની કપ્તાનીમાં ઈંગ્લેન્ડે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. અને હવે તે પોતાનું ODI વર્લ્ડ કપ ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : IND vs WI: યશસ્વી જયસ્વાલની આખી ઈનિંગ એક તરફ અને આ શોટ એક તરફ, જુઓ Video

જોફ્રા આર્ચર પર પણ નજર

સ્ટોક્સ ઉપરાંત ટીમ જોફ્રા આર્ચરની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આર્ચરે ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે કોણીની ઈજાથી પરેશાન છે અને લાંબા સમયથી બહાર છે. મીટિંગ પહેલા તેમનો અપડેટેડ મેડિકલ રિપોર્ટ જોવામાં આવશે. આર્ચર વિશે કોચે કહ્યું કે તે આ બોલર સાથે જોખમ લઈ શકે છે કારણ કે તેણે પોતાને સાબિત કરી બતાવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">