FIFA Women’s World Cup: 10 રાઉન્ડના દિલધડક પેનલ્ટી શૂટઆઉટ બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યુ, જુઓ Video

FIFA Women's World Cup: ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 10 રાઉન્ડ લાંબા પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાની હવે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર થશે.

FIFA Women's World Cup: 10 રાઉન્ડના દિલધડક પેનલ્ટી શૂટઆઉટ બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચ્યુ, જુઓ Video
Australia reach semifinals for first timeImage Credit source: CommBank Matildas Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 4:05 PM

ઓસ્ટ્રેલિયાની મહિલા ફૂટબોલ ટીમે શનિવારના રોજ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી પ્રથમ વખત મહિલા ફૂટબોલ વિશ્વ કપની (FIFA Womens World Cup 2023) સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. બંને ટીમ નિર્ધારિત સમય અને તે બાદ એક્સ્ટ્રા ટાઇમમાં પણ ગોલ કરવામાં અસફળ રહી હતી. જે બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઇ હતી જેમાં કોર્ટની વાઇનની દસમી પેનલ્ટી બાદ ઓસ્ટ્રેલિયાએ આ રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલો પોતાના નામે કર્યો હતો અને 7-6 થી જીત મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા અમેરિકા બાદ બીજી ટીમ બની

ઓસ્ટ્રેલિયા અગાઉ શૂટઆઉટમાં બે વખત જીતવામાં અસફળ રહી હતી પણ અંતમાં તેણે મેજબાન દેશ સાથે જોડાયેલી માન્યતાને તોડીને જીત મેળવવામાં સફળતા મેળવી હતી. અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયા બીજી મેજબાન ટીમ બની છે જે મહિલા વિશ્વ કપમાં ક્વાર્ટર ફાઇનલ બાદના સ્ટેજમાં પહોંચવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાની જીતની સ્ટાર રહી ગોલકિપર મેકેંઝી આર્નોલ્ડ જેણે એક્સ્ટ્રા ટાઇમ અને શૂટાઆઉટમાં શાનદર ગોલકિપિંગ કરી હતી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં તેણે પણ કિક લીધી હતી પણ તે ગોલ કરવામાં અસફળ રહી હતી. મેકેંઝીએ જો ગોલ કરવામાં સફળતા મેળવી હોત તો ઓસ્ટ્રેલિયાની ટીમ ત્યારે જ વિજેતા થઇ ગઇ હોત.

Health Tips: તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસ અને બીપીની છે રામબાણ દવા
Diarrhea Home Remedy : ડાયેરિયા થઈ જાય તો શું કરવું? જાણો અહીં ઘરેલુ ઉપચાર
શિયાળામાં રોજ પીવો બીટનો જ્યુસ આખુ વર્ષ નહીં આવે બીમારી
Vastu Tips : ઘરમાં આ જગ્યાએ રાખો અરીસો ! ઝડપથી વધશે ધન-સંપત્તિ
Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024

બંને ટીમને નિર્ધારિત સમયમાં ગોલ કરવાની તક મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ વખત સૈમ કરએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી પણ કોઇ પણ ટીમ ગોલ કરવામાં અસફળ રહી હતી. ફ્રાન્સની ટીમ ત્યારે ઉજવણી કરવા લાગી ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ડિફેન્ડર અલાના કેનેડીએ ઓન ગોલ કર્યો હતો પણ રેફરીએ તે ગોલને અમાન્ય ગણાવ્યો હતો. રેફરીએ જણાવ્યુ કે ફ્રાન્સની કેપ્ટન વેન્ડી રેનાર્ડએ પેનલ્ટી એરિયામાં ઓસ્ટ્રેલિયાની ફોરવર્ડ કેટલિન ફોર્ડની જર્સી ખેંચી હતી.

હવે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર

ફીફા મહિલા વિશ્વ કપની સેમિફાઇનલમાં હવે ઓસ્ટ્રેલિયાની ટક્કર યૂરો ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે થશે. હવે ફૂટબોલ વિશ્વ કપમાં એશિઝ જેવી જંગ જામશે કારણ કે ક્રિકેટમાં બંને ટીમ કટ્ટર હરીફ છે. ઇંગ્લેન્ડની ટીમએ ચોથી સેમિફાઇનલમાં કોલંબિયાને 2-1 થી માત આપી હતી. જ્યારે અન્ય સેમિફાઇનલમાં સ્પેનની ટક્કર સ્વીડન સામે થશે. આ ચાર ટીમમાંથી એક પણ ટીમ વિશ્વ કપ જીતી શકી નથી. જેનો અર્થ એ થાય છે કે મહિલા વિશ્વ કપના ઇતિહાસમાં કોઇ ટીમ પ્રથમ વખત વિજેતા બનવા જઇ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">