6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન, જાણો કેમ
રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી બેટથી યાદગાર ન રહી, પરંતુ દિલ્હી ક્રિકેટે વિરાટ કોહલીના માટે આ પ્રસંગને ખાસ બનાવ્યો અને મેચના બીજા દિવસે વિરાટ કોહલીનું વિશેષ સન્માન થયું હતું. DDCAના પ્રમુખ રોહન જેટલીએ કોહલીને વિશેષ ટ્રોફી અને શાલ આપી સન્માનિત કર્યો હતો.

લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી સારી રહી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમતા વિરાટ પ્રથમ દાવમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. બેટ સાથે વિરાટનું પુનરાગમન સારું નહોતું પરંતુ તેમ છતાં દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ આ મેચને તેના માટે ખાસ બનાવી હતી. મેચના બીજા દિવસે DDCAએ વિરાટ કોહલીનું 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ વિશેષ સન્માન કર્યું હતું.
100 ટેસ્ટ રમવા બદલ કોહલીનું વિશેષ સન્માન
દિલ્હી અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચના બીજા દિવસે શુક્રવારે 31 જાન્યુઆરીએ વિરાટ કોહલીને આ વિશેષ સન્માન મળ્યું. દિવસની રમત સમાપ્ત થયા પછી, DDCA પ્રમુખ રોહન જેટલીએ વિરાટનું વિશેષ ટ્રોફી અને શાલ આપીને સન્માન કર્યું. કોહલીને 100 ટેસ્ટ મેચ રમવા બદલ આ સન્માન મળ્યું છે. વિરાટ 100 ટેસ્ટ મેચ રમનાર દિલ્હીનો ત્રીજો ક્રિકેટર છે. તેના પહેલા વીરેન્દ્ર સેહવાગ અને ઈશાંત શર્માએ આ સિદ્ધિ મેળવી હતી.
Moments of pride as Virat Kohli gets felicitated by DDCA for his 100th Test appearance! A true icon of Indian cricket.
Enjoy Full felicitation ceromany by DDCA. ✨pic.twitter.com/5y83yPjQnt
— Kohlistic (@Kohlistic18) January 31, 2025
3 વર્ષ પછી થયું કોહલીનું સન્માન
વિરાટે લગભગ 3 વર્ષ પહેલા માર્ચ 2022માં તેની 100મી ટેસ્ટ મેચ રમી હતી અને તે પછી તેણે 2023માં દિલ્હીમાં ટેસ્ટ મેચ પણ રમી હતી, પરંતુ ત્યારબાદ DDCA તેનું સન્માન કરવાનું ભૂલી ગયું હતું. તેમ છતાં, DDCAએ ભૂલ સુધારી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું વિશેષ સન્માન કર્યું. જો કે આ પહેલા પણ વિરાટ કોહલીને DDCA દ્વારા સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે. થોડા વર્ષો પહેલા DDCAએ અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામ પર પેવેલિયનનું નામ આપીને તેનું સન્માન કર્યું હતું.
કેવી રહી વિરાટ કોહલીની કારકિર્દી?
ભલે કોહલીની ટેસ્ટ કારકિર્દી અત્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે અને તે તેના અંતના આરે છે, પરંતુ લગભગ 14 વર્ષની આ કારકિર્દીમાં તેણે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્યાર સુધી 123 ટેસ્ટ મેચ રમી ચૂકેલા કોહલીએ 9230 રન બનાવ્યા છે જેમાં 30 સદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ 60 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી હતી અને 40 ટેસ્ટ મેચ જીતીને તે દેશનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે.
આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં ન ચાલ્યો કોહલીનો જાદુ, 15 બોલમાં 6 રન બનાવી થયો ક્લીન બોલ્ડ, જુઓ વીડિયો