AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ડેબ્યૂ મેચમાં જ કોહલીની બેટીંગ સુપર હિટ રહી હતી કે ફ્લોપ? શું થયુ હતુ પ્રથમ મેચમાં, જાણો

વિરાટ કોહલી (Virat Kohli)ને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગની ઈજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂનો મોકો આપ્યો હતો. જોકે ટીમમાં પસંદગી બાદ પણ કોહલીને નસીબને આધારે સ્થાન મળ્યુ હતુ.

Virat Kohli: ડેબ્યૂ મેચમાં જ કોહલીની બેટીંગ સુપર હિટ રહી હતી કે ફ્લોપ? શું થયુ હતુ પ્રથમ મેચમાં, જાણો
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:29 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે 13 વર્ષ પુરા થઈ ચુક્યા છે. 13 વર્ષ પહેલા વર્ષ 2008માં વિરાટ કોહલીએ 19 વર્ષની ઉંમરે શ્રીલંકા (Shrilanka) સામે દાંબૂલામાં પોતાની પ્રથમ વન ડે મેચ રમી હતી. જે મેચમાં તે માત્ર 12 જ રન બનાવી શક્યો હતો. જોકે તેના બાદ પૂરા એક દાયકા સુધી વિશ્વભરમાં ક્રિકેટના મેદાનોમાં પોતાના બેટના દમથી રન અને સદીના પહાડ સર્જી ક્રિકેટ જગત પર રાજ કર્યુ હતુ.

કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 2008માં અંડર 19 વિશ્વકપ જીત્યો હતો. તેના બાદથી જ તે સૌ કોઈની નજરમાં આવી ગયો હતો. તેને ટીમમાં શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે ટીમનો ટોપ અને મીડલ ઓર્ડર પહેલાથી જ દિગ્ગજોથી ભરેલી હતી. જોકે સિરીઝ શરુ થવા પહેલા જ ટીમના ઓપનર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેને લઈને કોહલીને ઓપનીંગમાં મોકો મળ્યો હતો. તેણે સિરીઝની ચોથી મેચમાં પોતાનું પ્રથમ અર્ધશતક લગાવ્યુ હતુ. 66 બોલમાં તેણે 54 રન બનાવ્યા હતા. સિરીઝની 5 મેચોમાં કોહલીએ 159 રન બનાવ્યા હતા.

એક વર્ષ રહ્યો ટીમથી બહાર

ત્યારબાદ કોહલી એક વર્ષ સુધી ટીમની બહર રહ્યો હતો. સપ્ટેમ્બર 2009માં ફરીથી ટીમમાં પરત ફર્યો હતો. જહોનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડીઝની સામે ચેમ્પિયન્સ ટ્ર્રોફીમાં અણનમ 79 રનની ઈનીંગ વડે પ્રથમવાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો. તેના 3 મહિના બાદથી ડિસેમ્બર 2009માં કોહલીએ કલકત્તામાં શ્રીલંકાની સામે વન ડે મેચમાં પોતાનું પ્રથમ શતક લગાવ્યુ હતુ. જેમાં તેણે 107 રન કર્યા હતા. જ્યારથી કોહલી ટીમ ઈન્ડીયાનો નિયમીત સભ્ય બની ગયો હતો. આગળ જતા તે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન પણ બન્યો હતો.

વન ડેની સફળતા બાદ વિરાટને ટી20 ટીમમાં સ્થાન મળ્યુ હતુ. 12 જૂન 2010ના ઝિમ્બાબ્વે પ્રવાસ પર કોહલીએ પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. 21 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. ટી20માં કોહલીની પ્રથમ ફીફટી 2 વર્ષ બાદ ઓક્ટોબર 2012એ શ્રીલંકાની સામે નોંધાવી હતી. જ્યારે 48 બોલમાં 68 રન બનાવ્યા હતા.

2011 વિશ્વકપ બાદ ટેસ્ટમાં તક

વિરાટ કોહલી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ માટે 3 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2011માં વિશ્વકપમાં જીતનાર ટીમ ઈન્ડીયાની ટીમનો સભ્ય પણ રહી ચુક્યો છે. કોહલીએ જેમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેના બાદ તરત જ તેને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે શરુઆત અહીં પણ સારી રહી નહોતી.

કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડીઝની સામે પોતાની ડેબ્યૂ મેચમાં તેણે બંને ઈનિંગમાં ફક્ત 4 અને 15 રનનો સ્કોર બનાવ્યો હતો. જોકે 6 મહિના અને 7 મેચ બાદ કોહલીનું પ્રથમ ટેસ્ટ શતક આવ્યુ હતુ. જે તેણે 8મી મેચમાં નોંધાવ્યુ હતુ. જે મેચ એડિલેડમાં રમાઈ હતી અને જેમાં તેણે 112 રન નોંધાવ્યા હતા.

ત્રણેય ફોર્મેટમાં 50 ઉપર સરેરાશ

પાછળના 13 વર્ષમાં વિરાટ કોહલીએ એક બેટ્સમેનથી લઈને એક કપ્તાનના રુપે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યુ છે. તેણે અનેક રેકોર્ડ તોડવા સાથે અનેક નવા રેકોર્ડ પણ સર્જ્યા છે. તેના નામે અત્યાર સુધીમાં 94 ટેસ્ટ મેચમાં 7,609 રન છે. જેમાં 27 શતક અને 25 અર્ધશતક સામેલ છે તો વળી 254 વન ડે મેચમાં 43 શતક અને 62 અર્ધશતકની મદદથી 12,169 રન બનાવ્યા છે. રહી વાત T20ની તો આ ફોર્મેટમાં કોહલી કોઈ જ શતક લગાવી શક્યો નથી. જોકે 90 મેચમાં 28 અર્ધશતકની મદદથી સૌથી વધુ 3,159 રન બનાવ્યા છે. કોહલીએ ક્રિકેટ ઈતિહાસમાં એક માત્ર એવો બેટ્સમેન છે કે, જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સરેરાશ 50થી ઉપર છે.

આ પણ વાંચોઃ Kareena Kapoor-Saif Ali Khan એ ભાડે આપ્યો બાંદ્રા વાળો ફ્લેટ, આશા કરતા મળ્યું ઓછું ભાડું ?

આ પણ વાંચોઃ બ્યુટી ક્વીન Manushi Chillarએ બ્લેક ટોપમાં કરાવ્યું ફોટો શુટ, ચાહકો કરી રહ્યા છે ખુબજ પ્રશંસા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">