IPL 2022: આજે કરોડો રુપિયામાં આળોટતા વિરાટ કોહલીની પ્રથમ આઇપીએલ સેલરી માત્ર આટલી જ હતી, જે તમે વિચારી પણ નહી હોય
વર્ષ 2008માં જ્યારે IPLની પ્રથમ હરાજી થઈ હતી અને તેમાં વિરાટ કોહલીની બોલી લગાવવામાં આવી હતી, ત્યારે સ્થિતિ બિલકુલ અલગ હતી. એ કહાની જુદી હતી.
IPL આ માત્ર ક્રિકેટ લીગ નથી. સંપત્તિ અને ખ્યાતિની લીગ પણ છે. BCCI ની આ કમાણીની લીગમાંથી ઘણા ખેલાડીઓને નામ, ઓળખ અને પૈસા મળ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) આ લીગનું સૌથી મોટું નામ અને ઉદાહરણ છે. તે સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે. પણ, આ આજની વાત છે. પરંતુ જ્યારે આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) શરૂ થઈ. તેની પ્રથમ હરાજી વર્ષ 2008માં થઈ હતી અને તેમાં વિરાટ કોહલીની બોલી લાગી હતી. સંજોગો સાવ જુદા હતા. એ કહાની પણ જુદી હતી. કારણ કે, વિરાટ કોહલીને પગાર (Virat Kohli IPL Salary) ના નામે જે પહેલી રકમ મળી તે ખૂબ જ સાધારણ હતી. તમે આના પરથી અંદાજો લગાવી શકો છો કે આજના ખેલાડીઓ તેમની બેઝ પ્રાઈસ તેના કરતા પણ વધારે રાખે છે.
પરંતુ, પછી IPLની દરેક સિઝન સાથે વિરાટ કોહલીની સેલરીનો ગ્રાફ પણ વધતો ગયો. વિરાટ આજે પોતાની રમત, પોતાની આવડતથી કરોડોમાં રમે છે. અને, તે જ ફ્રેન્ચાઈઝી માટે રમો જેણે તેને ખૂબ જ નજીવી રકમમાં જોડ્યો હતો.
વિરાટ કોહલીની IPLની પ્રથમ સેલરી માત્ર 12 લાખ રૂપિયા હતી
હવે મોટો સવાલ એ છે કે વિરાટ કોહલીની પહેલી IPL સેલેરી કેટલી હતી? તો આ સવાલનો જવાબ માત્ર 12 લાખ રૂપિયા છે. હા, મારા કહેવામાં કે તમારા સમજવામાં કોઈ ભૂલ નથી. તો તમે જે વાંચ્યુ છે તે એકદમ સાચું છે. વિરાટ કોહલીને તેની પ્રથમ IPL સેલેરી તરીકે માત્ર 12 લાખ રૂપિયા મળ્યા હતા. આ તે રકમ હતી, જેના દ્વારા 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ખરીદ્યો હતો.
IPL 2022 માટે રૂ. 15 કરોડમાં રિટેન કરાયો છે
પરંતુ, ત્યારે કોને ખબર હતી કે 12 લાખ રૂપિયા મેળવનાર વિરાટ કોહલી એક દિવસ IPLના ઈતિહાસમાં બાકીના ખેલાડીઓથી સૌથી વધુ રકમ મેળવશે. તે પણ એ જ ફ્રેન્ચાઈઝીથી જેણે તેને 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
RCBએ વિરાટ કોહલીને એક સિઝન માટે 17 કરોડ રૂપિયાનો પગાર પણ ચૂકવ્યો છે, જે એક રેકોર્ડ છે. વિરાટ કોહલી પર RCB ફ્રેન્ચાઇઝીના અતૂટ વિશ્વાસનું આ પરિણામ હતું. આ પરિણામની અસર એ છે કે વિરાટ કોહલી પણ IPL ઈતિહાસમાં પ્રથમ એવો ખેલાડી બન્યો કે જેણે એક ફ્રેન્ચાઈઝી માટે આખી લીગ રમી હોય અને તે રમવાનું ચાલુ રાખશે કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને આઈપીએલ 2022 માટે રિટેન કરેલો છે.
RCBએ વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. IPL 2022માં તેના પગારની આ નવી રકમ છે, જે પાછલી સિઝન કરતાં 2 કરોડ રૂપિયા ઓછી છે. આવું એટલા માટે થઈ શકે છે કારણ કે IPLની 15મી સિઝનમાં વિરાટ કોહલી ટીમનો કેપ્ટન નહીં હોય. આઈપીએલના પગારમાં ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં વિરાટ લીગના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે.