AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: અંડર-19 ટીમ સામે વિરાટ-રોહિત અને પંત નિષ્ફળ રહ્યા, ચાહકોએ ખરાબ રીતે કર્યા ટ્રોલ

અંડર-19 વર્લ્ડ કપ (India Under-19) જીતનાર ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું, ભારત-વેસ્ટ ઈન્ડિઝની બીજી ODI મેચ જોવા માટે તમામ ખેલાડીઓ પણ આવ્યા હતા.

IND VS WI: અંડર-19 ટીમ સામે વિરાટ-રોહિત અને પંત નિષ્ફળ રહ્યા, ચાહકોએ ખરાબ રીતે કર્યા ટ્રોલ
Rohit Sharma અને Virat Kohli U19 ટીમ ઇન્ડિયાની સામે જ પાણીમાં બેઠા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 4:47 PM
Share

વર્લ્ડ ચેમ્પિયન ટીમ પણ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ODI મેચ જોવા પહોંચી હતી (India Vs West Indies, 2nd odi). વાત કરવામાં આવી રહી છે ભારતની અંડર-19 ટીમ (India Under-19), જેણે તાજેતરમાં ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. અમદાવાદમાં અંડર-19 ટીમનું સન્માન કરવામાં આવ્યું અને તેની સાથે આ ભાવિ સ્ટાર્સને પણ વર્તમાન સુપરસ્ટાર્સની મેચ જોવાનો મોકો મળ્યો. અંડર-19 ટીમના તમામ ખેલાડીઓ ભારત-વેસ્ટ ઈન્ડિઝની બીજી ODI (India vs West Indies) જોતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આખી ટીમ મેચનો આનંદ માણતી જોવા મળી હતી, જેની તસવીર BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

જો કે, અંડર 19 ટીમના સ્ટાર્સ ચોક્કસપણે થોડા નિરાશ થશે કારણ કે તેમના આદર્શ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ફ્લોપ રહ્યા હતા. બીજી વનડેમાં રોહિત શર્માએ 5 અને વિરાટ કોહલી 18 રન બનાવીને આઉટ થયો હતો. બંને બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ ત્રીજી ઓવરમાં કેમાર રોચને વિકેટ આપી હતી અને 12મી ઓવરમાં વિરાટ કોહલીને ઓડિન સ્મિથે આઉટ કર્યો હતો. આટલું જ નહીં, વિકેટકીપર ઋષભ પંત પણ બીજી વનડેમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન થયા ટ્રોલ

અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમની સામે નિષ્ફળ રહ્યા બાદ ચાહકોએ ભારતીય ક્રિકેટ ટીમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી હતી. પંત, રોહિત અને વિરાટે જે રીતે પોતાની વિકેટ ગુમાવી તે જોઈને પ્રશંસકોએ તેમને અંડર-19ની સારી ટીમ કહી.

અંડર-19 ટીમે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી અને તેની સામે એક પણ વિરોધી ટીમ 200નો આંકડો સ્પર્શી શકી નથી. ભારતીય ટીમને ફાઇનલમાં પણ 190 રનની જરૂર હતી અને યશ ધુલની કેપ્ટનશીપમાં આ ટીમે પ્રથમ 14 બોલમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ફાઇનલમાં શેખ રાશિદે 50 અને નિશાંત સિંધુએ અણનમ 50 રન બનાવ્યા હતા. રાજ બાવાએ પણ 35 રન બનાવ્યા હતા. રાજ બાવાએ પણ ફાઇનલમાં 31 રનમાં 5 વિકેટ ઝડપી હતી જ્યારે રવિ કુમારને 4 વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: તો આજે ચેન્નાઇ નહી મુંબઇનો કેપ્ટન હોત મહેન્દ્રસિંહ ધોની, પરંતુ સચિન તેંડુલકરને કારણે એમ ના થઇ શક્યુ, જાણો રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ IND vs SL : રિદ્ધિમાન સાહાની કારકિર્દી ‘ખતમ’, શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં નહીં મળે જગ્યા, હવે આ ખેલાડીને મળશે તક

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">