IPL 2022 Retained Players: 10 ટીમોએ 33 ખેલાડીઓને કર્યા રિટેન, હવે કઇ ટીમ પાસે કેટલા સ્થાન રહ્યા છે બાકી, જાણો
IPL 2022 Auction: આઇપીએલ 2022 માટેની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં યોજાવા જઈ રહી છે જેમાં 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે.
આ અઠવાડિયે આઈપીએલ 2022 (IPL 2022) માટે મેગા ઓક્શન (IPL 2022 Auction) થવા જઈ રહ્યું છે. આ હરાજી ઘણી રીતે ખાસ બનવાની છે, જે આવનારા કેટલાક વર્ષો માટે ટીમોની રૂપરેખા તૈયાર કરશે. આ વખતે જૂની આઠ ટીમો ઉપરાંત બે નવી ટીમો પણ હરાજીમાં સામેલ થશે. અમદાવાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પ્રથમ વખત હરાજીમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં આ વખતની હરાજી ખૂબ જ રસપ્રદ બની રહી છે. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થશે. હરાજી પહેલા, ટીમોએ ખેલાડીઓને જાળવી રાખ્યા છે (IPL Player Retention) અને હવે તેઓ બાકીના પર્સ સાથે ટીમને પૂર્ણ કરવા માટે ઉતરશે.
વર્તમાન આઠ ટીમોને અગાઉ ખેલાડીઓ રિટેન કરવાની તક આપવામાં આવી હતી. નિયમો અનુસાર, દરેક ટીમ વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરી શકતા હતા, જેમાં ત્રણથી વધુ ભારતીય અને બેથી વધુ વિદેશી ખેલાડીઓ નહીં હોય. આ સમયે, તે મહત્તમ બે અનકેપ્ડ ખેલાડીઓને જાળવી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે એક વિદેશી ખેલાડી સહિત ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આરસીબી અને રાજસ્થાને ત્રણ-ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. પંજાબ કિંગ્સે તેમની સાથે માત્ર બે ખેલાડીઓને જોડ્યા છે.
રિટેન્શન બાદ કઇ ટીમના પર્સમાંથી કેટલા રુપિયા કપાયા
તમામ 10 ટીમોને 90 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે, જેમાં તેઓ પોતાની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ ઉમેરી શકે છે. જે ટીમોએ ચાર ખેલાડીઓને રિટેન કરવાના સમયે રિટેન કર્યા છે તેના બજેટમાંથી 42 કરોડ, ત્રણ ખેલાડીઓના 33 કરોડ, બે ખેલાડીઓના 24 કરોડ રૂપિયા કાપવામાં આવ્યા છે. કેટલીક ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓને નિશ્ચિત સ્લેબ કરતાં વધુ પૈસા આપ્યા છે. જેમ કે લખનૌએ 17 કરોડ રૂપિયામાં કેએલ રાહુલને સાઈન કર્યો છે. આવી સ્થિતિમાં ટીમના પર્સમાંથી આટલી રકમ કપાઈ ગઈ છે. હવે રિટેન્શન પછી, ટીમોના પર્સમાં જે પૈસા બચ્યા છે, તેમાંથી તે તેની ટીમ માટે બાકીના ખેલાડીઓ ખરીદશે.
ટીમો પાસે કેટલા ખેલાડીઓની જગ્યા બાકી છે
કિંગ્સ ઈલેવન પંજાબની વાત કરીએ તો તેના પર્સમાં સૌથી વધુ પૈસા છે, તે કુલ 23 ખેલાડીઓને ખરીદી શકે છે, જેમાં 8 વિદેશી ખેલાડી હોઈ શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને અમદાવાદની ટીમે ત્રણ-ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે, તેથી તેઓ 22 ખેલાડીઓ ઉમેરી શકે છે, જેમાં વધુમાં વધુ સાત વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે અને હવે તેમની પાસે માત્ર 21 ખેલાડીઓને પસંદ કરવાની તક હશે. જો કે તેના ચાર ખેલાડીઓમાં માત્ર એક વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે, તે વધુમાં વધુ સાત વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ કરી શકે છે.
KKR એ બે વિદેશી ખેલાડીઓ અને બે ભારતીય ખેલાડીઓને રિટેન કર્યા છે, તેથી જ તે તેના 21 ખેલાડીઓમાંથી માત્ર છ વિદેશી ખેલાડીઓની પસંદગી કરી શકે છે.