AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં 11 વર્ષની સફર પુરી કરી, કરીયરની ઝલક સાથે ખાસ વિડીયો શેર કરીને યાદો તાજી કરી, જુઓ Video

વિરાટ કોહલી (Virat Kohli) ની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે અને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં તેનો એક અલગ દરજ્જો છે. આ રુઆબની શરુઆત 2011 માં 20 જૂનની તારીખથી શરૂ થઈ હતી.

Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં 11 વર્ષની સફર પુરી કરી, કરીયરની ઝલક સાથે ખાસ વિડીયો શેર કરીને યાદો તાજી કરી, જુઓ Video
Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં 11 વર્ષ પુરા કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:23 PM
Share

હાલમાં વિરાટ કોહલી (Virat Kohli) નું નામ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોની ગણતરીમાં છે. જ્યારથી આ બેટ્સમેને મેદાન પર પગ મૂક્યો છે ત્યારથી તે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વનડે હોય કે ટેસ્ટ કે ટી-20 દરેક જગ્યાએ વિરાટનો દબદબો છે. આ બેટ્સમેન માટે આજની તારીખ એટલે કે 20 જૂન ખૂબ જ ખાસ છે. આ ખાસ અવસર પર વિરાટ કોહલીએ એક ખાસ ટ્વિટ પણ કર્યું છે. આ તે તારીખ હતી જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટ ના સૌથી લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ (Test Cricket) માં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ આ તારીખે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેની શરૂઆત કિંગ્સટનમાં થઈ હતી. ત્યારથી લઈને આજદિન સુધી કોહલીની ગણતરી એવા બેટ્સમેનોમાં થાય છે જે રન બનાવે છે. એમ પણ કહેવાય છે કે તે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના રેકોર્ડ તોડી શકે છે.

આ અવસર પર કોહલીએ એક ખાસ વિડિયો ટ્વીટ કર્યો છે જેમાં તેણે પોતાના કરિયરની ઘણી તસવીરો શેર કરી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, “Time Files”. કોહલીએ આ ડેબ્યૂ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં કર્યું હતું. ભારતે આ મેચ 63 રને જીતી લીધી હતી. કોહલી પ્રથમ દાવમાં માત્ર ચાર રન બનાવી શક્યો હતો અને ફિડેલ એડવર્ડ્સના હાથે આઉટ થયો હતો. બીજા દાવમાં તેણે 15 રન બનાવ્યા હતા અને આ વખતે પણ તે એડવર્ડ્સનો શિકાર બન્યો હતો. હાલમાં આ મેચમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. દ્રવિડે પ્રથમ ઇનિંગમાં 40 અને બીજી ઇનિંગમાં 112 રન બનાવ્યા હતા.

આ તારીખ ખાસ છે

જોકે, 20 જૂન ભારતીય ક્રિકેટ માટે પણ ખાસ તારીખ છે. આ તારીખે માત્ર વિરાટ કોહલીએ જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું ન હતું, પરંતુ બે દિગ્ગજ ખેલાડીઓએ આ તારીખે ભારત માટે તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. 20 જૂન 1996ના રોજ, ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલીએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં દ્રવિડે ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ લોર્ડ્સમાં ડેબ્યૂમાં સદી ફટકારી હતી જ્યારે દ્રવિડ સદી ચૂકી ગયો હતો.

કોહલીની કારકિર્દી આવી રહી છે

જો આપણે કોહલીની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે રમતના સૌથી લાંબા ફોર્મેટમાં અત્યાર સુધીમાં 101 ટેસ્ટ મેચ રમી છે અને 49.95ની એવરેજથી 8043 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. કોહલી જોકે લાંબા સમયથી સદી માટે ઝઝૂમી રહ્યો છે. 2019 થી, આ બેટ્સમેને બેટથી સદી ફટકારી નથી. લાંબા સમયથી ચાલી રહેલા સદીના દુષ્કાળનો અંત આવે તેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">