ઉભરતા સિતારાઓનો સપાટો, સચિન-કાંબલી જેવી કરી કમાલ, U 14 ક્રિકેટમાં બનાવ્યો સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ
વિદ્યાનગર હાઈસ્કૂલ સાથે છેલ્લા 11 વર્ષથી જોડાયેલા હેડ કોચ Sumer singhની કોચિંગ હેઠળ 2 ગુજ્જુ બાળકોએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. U 14, U 16 અને U 19 ના ક્રિકેટરોને કોચિંગ આપતા હેડ કોચ Sumer singhએ ગર્વથી જણાવ્યુ કે, યજને પાઠકે 419 રન અને નમન દાસે 233 રન બનાવીને 640 રનની ઓપનિંગ પાર્ટનરશીપ નોંધાવી હતી.
Cricket : ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. ક્રિકેટમાં રોજ નવા ક્રિકેટ સ્ટાર્સ ઉભરી આવતા હોય છે. જે ક્રિકેટમાં નવા કિર્તીમાન બનાવીને સૌને આ રમત પ્રત્યે આકર્ષિત કરતા હોય છે. સચિન-કાંબલીએ (Sachin Tendulkar – Vinod Kambli) નાની ઉંમરમાં મોટી પાર્ટનરશીપ કરીને સૌને ચોંકાવ્યા હતા. હાલમાં આવો જ એક કમાલ ગુજરાતના નાની ઉંમરના ક્રિકેટર્સે બનાવ્યો છે.
વિદ્યાનગર હાઈસ્કૂલ સાથે છેલ્લા 11 વર્ષથી જોડાયેલા હેડ કોચ Sumer singhની કોચિંગ હેઠળ 2 ગુજ્જુ બાળકોએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. U 14, U 16 અને U 19 ના ક્રિકેટરોને કોચિંગ આપતા હેડ કોચ Sumer singhએ ગર્વથી જણાવ્યુ કે, યજને પાઠકે 419 રન અને નમન દાસે 233 રન બનાવ્યા હતા.
તેમના વચ્ચે 640 રનના ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી. જેને કારણે ટીમનો સ્કોર 801 રન સુધી પહોંચ્યો હતો. એકેડમી અને સ્કૂલ તરફથી તેમણે ખુશીના લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : World Cup 2023 Breaking News : વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન યથાવત, શ્રીલંકા સામે આખી ટીમ 156 રનમાં આઉટ થઈ
સચિન- કાંબલીએ U 16 ક્રિકેટમાં કરી હતી મોટી પાર્ટનરશિપ
24 ફેબ્રુઆરી, 1988ના રોજ, 14 વર્ષીય સચિન તેંડુલકર અને 16 વર્ષીય વિનોદ કાંબલીએ હેરિસ શીલ્ડ સેમિફાઇનલ મેચ દરમિયાન એકબીજા વચ્ચે 664 રનની પાર્ટનરશીપ કરીને પોતાનું નામ ઇતિહાસના પુસ્તકોમાં નોંધાવ્યુ હતુ. બંનેએ શાર્ધાશ્રમ વિદ્યામંદિરનું પ્રતિનિધિત્વ કર્યું, અને ક્રિકેટના કોઈપણ વર્ગમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો.
#OnThisDay
Still remember how much @sachin_rt & I enjoyed playing together in that Harris Shield Trophy match when we had a 664-run partnership. Who knows how much more we would’ve scored if that lunch break didn’t happen! pic.twitter.com/HCN3cPh0qL— Vinod Kambli (@vinodkambli349) February 24, 2020
સચિન તેંડુલકરે 326* રન બનાવ્યા હતા, જ્યારે કાંબલી પણ 349 રન બનાવી અણનમ રહ્યો હતો.