Video: 23 વર્ષ પહેલા આજના દિવસે અનિલ કુંબલેએ પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી, ટેસ્ટમાં એક ઇનિંગમાં ઝડપી હતી 10 વિકેટ
ટીમ ઇન્ડિયાએ આજના જ દિવસે વર્ષ 1999માં દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. અનિલ કુંબલેએ શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Team India) પુર્વ બોલર અનિલ કુંબલે (Anil Kumble) પોતાની કારકિર્દી દરમ્યાન ઘણા ઐતિહાસીક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે પોતાના સમયમાં મજબુત ગણાતી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા જેવી ટીમો સામે ઘણી શાનદાર બોલિંગ કરી છે. પણ ઇતિહાસમાં આજનો દિવસ અનિલ કુંબલે માટે ખાસ છે. તેણે 23 વર્ષ પહેલા આજના જ દિવસે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. બીસીસીઆઈએ તેના આ ઐતિહાસિક સમયનો વીડિયો જાહેર કર્યો હતો. જેને ક્રિકેટના ચાહકો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે.
વર્ષ 1999 માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્યારે બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઇ હતી. આ ટેસ્ટ સીરિઝમાં બીજી મેચ 4 થી 7 ફેબ્રુઆરી દરમ્યાન દિલ્હીમાં રમાઇ હતી. ભારત પહેલી ઇનિંગમાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને બીજી ઇનિંગમાં 339 રન કરી શકી હતી. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પહેલી ઇનિંગમાં 172 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. તો બીજી ઇનિંગમાં માત્ર 2087 રન જ કરી શકી હતી.
🗓️ #OnThisDay in 1999#TeamIndia spin legend @anilkumble1074 set the stage on fire and became the first Indian to take all the 10 wickets in a Test innings. 🔥 👏
Let’s relive that sensational performance 🎥 🔽 pic.twitter.com/qZW7zvB2mf
— BCCI (@BCCI) February 7, 2022
અનિલ કુંબલેએ પહેલી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે મોહમ્મદ યૂસુફ અને ઇંજમામ-ઉલ-હક જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તે ઘણા આક્રમક થઇ ગયા હતા. બીજી ઇનિંગમાં અનિલ કુંબલેએ પાકિસ્તાનની તમામ 10 વિકેટો ઝડપી હતી. જેમાં તેણે પાકિસ્તાનના એજાજ એહમદ, મોહમ્મદ યૂસુફ અને સકલેન મુશ્તાકને શુન્ય રને આઉટ કર્યા હતા.
અનિલ કુંબલેએ આ ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગમાં 26.3 ઓવર ફેકી હતી અને 74 રન આપીને 10 વિકેટ ઝડપી હતી અને 9 ઓવર મેડલ નાખી હતી. આ મેચ ભારતીય ટીમે 212 રને જીત મેળવી હતી.
આ પણ વાંચો : INDvWI: બીજી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ નહીં કરે ઈશાન કિશન? આ ખેલાડી વાપસી કરશે
આ પણ વાંચો : Women Sport Stars: મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક પ્રેરણાદાયક છે