INDvWI: બીજી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ નહીં કરે ઈશાન કિશન? આ ખેલાડી વાપસી કરશે

રોહિત શર્મા અને ઇશાન કિશને વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં ટીમ માટે સારી શરૂઆત કરી હતી પણ હવે રોહિત શર્માની સાથે બીજી મેચમાં ઇશાન કિશન નહીં જોવા મળે.

INDvWI: બીજી વન-ડેમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ નહીં કરે ઈશાન કિશન? આ ખેલાડી વાપસી કરશે
Rohit Sharma and Ishan Kishan
Follow Us:
Adhirajsinh jadeja
| Edited By: | Updated on: Feb 07, 2022 | 5:23 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stdium) રમાયેલી વન-ડે સીરિઝની પહેલી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં ભારત તરફથી સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશને (Ishan Kishan) ઓપનિંગ કરી હતી. શિખર ધવન કોરોના સંક્રમિત થવાના કારણે ઈશાન કિશને ઓપનિંગ કર્યું હતું પણ હવે રોહિત અને ઈશાન કિશનની જોડી બીજી મેચમાં સંભવત ઓપનિંગ નહીં કરતી જોવા મળે.

અમદાવાદ વન-ડે સીરિઝની પહેલી મેચમાં રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડીએ ટીમ માટે સારી ઓપનિંગ કરી હતી. જોકે ઈશાન કિશન મોટી ઈનિંગ રમી શક્યો નહીં અને 28 રને આઉટ થઈ ગયો હતો. જ્યારે રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી અને 60 રન કર્યા હતા. જોકે ઓપનિંગ કરી કે રોહિત શર્મા અને શિખર ધવન નક્કી હતા. પરંતુ ધવનને કોરોના થઈ જવાના કારણે તે પહેલી મેચ રમી શક્યો ન હતો તો બીજી તરફ બીજી મેચ પહેલા લોકેશ રાહુલની વાપસી થઇ જશે. જેથી બીજી મેચમાં ઈશાન કિશન કદાચ ઓપનિંગ નહીં કરે તેવું બની શકે.

લોકેશ રાહુલ ટીમ ઇન્ડિયાનો અનુભવી ખેલાડી છે. તેણે ભારત માટે ઘણી મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ઓપનર તરીકે જોઈએ તો લોકેશ રાહુલનું પ્રદર્શન સારૂ રહ્યું છે તો આ રીતે રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે લોકેશ રાહુલ જોડી બનાવી શકે છે. મહત્વનું છે કે શિખર ધવન પર નજર રહેશે. પરંતુ કોરોનામાંથી બહાર આવવાના કારણે કદાચ બીજી વન-ડે શિખર ધવન ન રમે તેવું બની શકે ખરા. લોકેશ રાહુલ એક કૌટુંબિક લગ્નમાં હાજરી આપવા ગયો હોવાથી પહેલી વન-ડેમાં ટીમ સાથે જોડાઈ શક્યો ન હતો.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

તમને જણાવી દઈએ કે વન-ડે સીરિઝમાં પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલી બેટિંગ કરતા 43.5 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ થઉ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમે 28 ઓવરમાં 4 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. આ મેચમાં રોહિત શર્મા અને ઈશાન કિશન સિવાય સુર્યકુમાર યાદવ અને દીપક હુડાએ સારૂ પ્રદર્શન કર્યું હતું. સુર્યકુમારે અણનમ 34 રન અને દીપક હુડાએ અણનમ 26 રન કર્યા હતા.

આ પણ વાંચો : IND VS WI: ભારતે સિરીઝની પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને પછાડ્યુ, જાણો મોટી જીતના 5 મોટા કારણો

આ પણ વાંચો : Women Sport Stars: મેરી કોમથી લઈને દંગલ સુધી, મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક અત્યંત પ્રેરણાદાયક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">