વૈભવ સૂર્યવંશીએ 3224 કરોડ રૂપિયાની ફિલ્મ જોઈ, આ રીતે ઇંગ્લેન્ડ માટે તૈયારી કરી રહ્યો છે
બેટ અને બોલથી ખેલાડીઓની તૈયારીની વાત તો તમે સાંભળી હશે પરંતુ ફિલ્મ કોણ જુએ છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા પોતાની ટીમના કેમ્પ દરમિયાન વૈભવ સૂર્યવંશી આવું જ કાંઈ કરતા જોવા મળ્યો છે.

આઈપીએલ 2025માં ધમાલ માચવનાર વૈભવ સૂર્યવંશીને તમે જોયો હશે. આઈપીએલ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરવા પર વૈભવ સૂર્યવંશીનું શાનદાર સ્વાગતના ફોટા પણ તમે જોયા હશે. હવે વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડને હરાવવાની તૈયારી કરી રહ્યો છે. તે ઈગ્લેન્ડની ધરતી પર રમવા માટે તૈયાર છે. જેના માટે તે હાલ તૈયારી કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર વૈભવ સૂર્યવંશી , ગિલની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાનો ભાગ નહી હોય પરંતુ તે ભારતની અંડર 19 ટીમમાંથી રમશે. આ ટીમનો કેમ્પ હાલમાં બેંગ્લુરુમાં છે. જ્યાં વૈભવ સૂર્યવંશી બેટ સાથે તૈયારી કરી રહ્યો છે. આ સિવાય તે ફિલ્મ જોઈ ઈંગ્લેન્ડ માટેની તૈયારી કરી રહ્યો છે.
વૈભવ સૂર્યવંશીએ 3224 કરોડની ફિલ્મ જોઈ
બેંગ્લુરુમાં 3224 કરોડ રુપિયાની એક ફિલ્મ જોઈ વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડ માટે તૈયારી કરી રહ્યો છે. હવે તમે વિચારશો કે, આ 3224 કરોડ રુપિયાની ફિલ્મ કઈ છે?બીજી વાત આ ફિલ્મથી વૈભવ સૂર્યવંશીને તૈયાર રહેવામાં કેવી રીતે મદદ મળશે? 3224 કરોડ રુપિયાની ફિલ્મ વૈભવે હોટલના રુમમાં જોઈ છે. આ ફિલ્મનું નામ ગૉડઝિલા છે. 2014માં આવેલી ગૉડઝિલાનું કુલ બજેટ તે સમયે ભારતીય રુપિયા અનુસાર 975 કરોડ રુપિયાથી વધારે હતુ. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ કણાણી 3224 કરોડ રુપિયાની કરી હતી.
ફિલ્મો જોઈને માનસિક રીતે તાજગી મેળવવાની તક
હવે સવાલ એ છે કે, 3224 કરોડ રુપિયાની કમાણી કરનારી ફિલ્મ ગૉડઝિલા જોઈ વૈભવ સૂર્યવંશીને તૈયારીમાં કેવી રીતે મદદ મળશે? ફિલ્મ માઈન્ડ રિફ્રેશ કરવાનું કામ કરે છે. આઈપીએલ 2025માં જે મેન્ટલ થાક લાગ્યો છે. વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડ જતાં પહેલા બેગ્લુરુ કેમ્પમાં તેને દુર કરવાનો પ્રયત્ન કરતો જોવા મળશે.
વૈભવ ઇંગ્લેન્ડ માટે ખતરો બની શકે છે
ગ્રાઉન્ડ પર શારીરિક ફિટનેસ અને હોટલના રુમમાં ફિલ્મ જોઈ પોતાની મેન્ટલ હેલ્થનું વૈભવ સૂર્યવંશી સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે. હવે આ ખેલાડીની તૈયારી જોઈ ઈંગ્લેન્ડને વૈભવ સૂર્યવંશીથી જરુર ડર લાગશે.
