‘વૈભવ સૂર્યવંશી’ ક્યારે રમશે આગામી ‘ઇન્ટરનેશનલ મેચ’? શું T-20 સિરીઝમાં ઓપનિંગ કરતો જોવા મળશે આ ‘યુવા ઓપનર’?
ડેબ્યૂ મેચમાં ખાસ કમાલ ન કરી શકનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને ટૂંક સમયમાં મેદાન પર ફરી કમબેક કરવાની તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ રમાનારી આગામી T-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં આ યુવા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની પ્રથમ સિરીઝમાં નિષ્ફળ રહ્યા બાદ વૈભવ માટે આ નવી તક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

વૈભવ સૂર્યવંશી ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની સાથે જ કોઈ ખાસ કમાલ ન કરી શક્યો હોય પરંતુ તેને ટૂંક સમયમાં ફરીથી તક મળી શકે છે. જણાવી દઈએ કે, હાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ રહી છે. ત્યારબાદ ત્રણ મેચની T-20 સિરીઝ રમાશે, જેમાં વૈભવ ફરીથી જોવા મળી શકે છે.
ઇંગ્લેન્ડ સિરીઝ પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝની હજુ બે મેચ બાકી છે. આ સિરીઝ પૂરી થશે કે, તરત જ ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જતી રહેશે, જ્યાં ત્રણ T-20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમાશે. આ માટે બીસીસીઆઈ (BCCI) દ્વારા પહેલાથી જ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, આ સિરીઝ માટે જ્યાં વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવી છે, ત્યાં જ સંજુ સેમસનને બહાર કરી દેવામાં આવ્યો છે. સંજુને બહાર કરવાના નિર્ણય બાદ BCCI ની ઘણી ટીકા પણ થઈ હતી.
પ્રભસિમરન સિંહને પણ ટીમમાં મળી છે ‘તક’
BCCI એ આ સિરીઝ માટે વિકેટકીપર બેટ્સમેન અને બેકઅપ ઓપનર તરીકે પ્રભસિમરન સિંહને ટીમમાં રાખ્યો છે પરંતુ આ વાતની શક્યતા વધુ છે કે, પ્લેઇંગ 11 માં ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી હશે. જો ક્યાંક કંઈક ગરબડ થશે તો પ્રભસિમરન સિંહને તક આપવામાં આવશે.
ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે સિરીઝની પહેલી મેચ 23 જુલાઈએ રમાશે
ઝિમ્બાબ્વે સામે રમાનારી T-20 સિરીઝની પહેલી મેચ 23 જુલાઈએ રમાશે. એવામાં પ્લેઇંગ 11 માં વૈભવ જોવા મળી શકે છે. સિરીઝની બીજી મેચ 25 જુલાઈએ રમાશે. આ પછી છેલ્લી અને ત્રીજી મેચ 26 જુલાઈએ છે. પોતાની પહેલી સિરીઝમાં નિષ્ફળ રહ્યા પછી વૈભવ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
હવે જોવાનું એ રહેશે કે, તે ઝિમ્બાબ્વે સામે કેવું પ્રદર્શન કરે છે. આ સિરીઝમાં પણ ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં રહેશે, જે અત્યાર સુધી પોતાની કેપ્ટનશીપમાં પહેલી જીતની શોધમાં છે.
ઝિમ્બાબ્વે T-20 સિરીઝ માટે Team India
શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
