AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ક્રિસ ગેલનો ‘મોટો રેકોર્ડ’ ખતરામાં… તેના જ ‘લંગોટિયા યારે’ T-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો

મેજર લીગ ક્રિકેટ (MLC 2026) માં રનનો વરસાદ થવાની સાથે એક મોટો રેકોર્ડ પણ બની ગયો છે. મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝના એક વિસ્ફોટક ઓલરાઉન્ડરે તોફાની ઇનિંગ રમી અને T-20 ક્રિકેટના ઇતિહાસમાં 1000 છગ્ગા મારનાર દુનિયાનો માત્ર બીજો બેટ્સમેન બની ગયો.

હવે ક્રિસ ગેલનો 'મોટો રેકોર્ડ' ખતરામાં... તેના જ 'લંગોટિયા યારે' T-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો
Image Credit source: AI Generated
| Updated on: Jul 16, 2026 | 5:40 PM
Share

મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ (MLC 2026) ના એલિમિનેટરમાં વોશિંગ્ટન ફ્રીડમ અને MI ન્યૂયોર્ક વચ્ચેની મેચ દરમિયાન કાયરન પોલાર્ડે MI ન્યૂયોર્ક તરફથી રમતા 25 બોલમાં 64 રનની ઇનિંગ રમી. પોતાની તોફાની ઇનિંગ દરમિયાન પોલાર્ડે T-20 ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

1000 છગ્ગા મારનાર દુનિયાનો ‘બીજો બેટ્સમેન’

પોલાર્ડ T-20 ક્રિકેટમાં 1000 છગ્ગા લગાવનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. જણાવી દઈએ કે, T-20 માં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે 463 મેચની 455 ઇનિંગ્સમાં 1056 છગ્ગા T-20 ક્રિકેટમાં લગાવ્યા છે. આ મેચમાં પોલાર્ડે પોતાની 64 રનની ઇનિંગમાં 8 છગ્ગા લગાવ્યા.

T-20 માં સર્વાધિક છગ્ગા લગાવનારા ખેલાડીઓ

  1. ક્રિસ ગેલ – 463 મેચોની 455 ઇનિંગ્સમાં 1056 છગ્ગા
  2. કાયરન પોલાર્ડ – 746 મેચોની 664 ઇનિંગ્સમાં 1001 છગ્ગા
  3. આંદ્રે રસેલ – 600 મેચોની 517 ઇનિંગ્સમાં 792 છગ્ગા
  4. નિકોલસ પૂરન – 468 મેચોની 441 ઇનિંગ્સમાં 764 છગ્ગા
  5. જોસ બટલર – 516 મેચોની 486 ઇનિંગ્સમાં 630 છગ્ગા

આ મેચની વાત કરીએ તો, મેજર લીગ ક્રિકેટ 2026 ના એલિમિનેટર મુકાબલામાં વોશિંગ્ટન ફ્રીડમે ટોસ જીતીને MI ન્યૂયોર્કને પહેલા બેટિંગ કરવા માટે કહ્યું.

MI ન્યૂયોર્કે પહેલા રમતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા, જેમાં નિકોલસ પૂરન (33 બોલમાં 106 રન) અને કાયરન પોલાર્ડે (25 બોલમાં 64 રન) તોફાની ઇનિંગ રમીને ધમાકો કરી દીધો.

રેકોર્ડબ્રેક રનચેઝ

ત્યારબાદ વોશિંગ્ટન ફ્રીડમની ટીમે લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર બેટ્સમેન એન્ડ્રીઝ ગૌસે સદી ફટકારી. વોશિંગ્ટન ફ્રીડમની ટીમે 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો. વોશિંગ્ટન ફ્રીડમની ટીમે 18.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી દીધો. સ્મિથે 48 બોલમાં અણનમ 110 રન બનાવ્યા.

બીજીબાજુ એન્ડ્રીઝ ગૌસે 51 બોલમાં 132 રનની ઇનિંગ રમી, જેના કારણે ફ્રીડમ આ મેચ સરળતાથી જીતવામાં સફળ રહી. હવે ફાઇનલમાં સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની ટીમ અને વોશિંગ્ટન ફ્રીડમની ટીમ વચ્ચે મુકાબલો થશે.

Breaking News : વિરાટ કોહલી ઈંગ્લેન્ડમાં પર્સનલ બોડીગાર્ડ સાથે કેમ મુસાફરી કરી રહ્યો છે ? BCCIના નિયમો શું છે?

Follow Us
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">