AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.

Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 16, 2026 | 5:40 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પક્ષના તમામ મહામંત્રીઓ હાજર રહ્યા છે. આગામી રાજકીય અને ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ઝોનવાઇઝ ચૂંટણીની તૈયારીઓ અને વિવિધ વિસ્તારોની રાજકીય સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે રાજ્યની વર્તમાન વિધાનસભા બેઠકોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં A, B અને C કેટેગરીમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકો અંગે વિશેષ મંથન કરવામાં આવશે. કયા વિસ્તારોમાં પક્ષની સ્થિતિ મજબૂત છે અને ક્યાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તે મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ ઉપરાંત યુવા મતદારો, ખેડૂતો, મહિલાઓ અને આદિવાસી સમાજમાં ભાજપની પકડ કેટલી મજબૂત છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી સરકાર અને સંગઠન વચ્ચે વધુ અસરકારક તાલમેલ કેવી રીતે સાધી શકાય તે મુદ્દે પણ ચર્ચા થશે.

બેઠકમાં રાજ્યની વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ સિનિયર સિટિઝનથી લઈને જનરેશન Z (Gen Z) સુધીના વિવિધ વર્ગો સાથે પક્ષનો સમન્વય વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહરચના પર પણ વિચારણા થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જે બેઠકો પર પરાજિત થયું હતું તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત, સૌથી વધુ મતોથી જીતેલી બેઠકોની વર્તમાન રાજકીય સ્થિતિ અને ત્યાં પક્ષની મજબૂતી જાળવી રાખવા માટેના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલે તેવી શક્યતા છે. ભાજપના સંગઠન અને ચૂંટણીલક્ષી આયોજન માટે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

Follow Us
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">