AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જાણો સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે

ભારતની પાકિસ્તાન વિરુદ્ધ અંડર-19 વર્લ્ડકપની સુપર-6માં જીત સાથે સેમિફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ-2માં 8 પોઈન્ટ તેમજ +2.585 રન રેટ સાથે ટોપ પર છે. તો ચાલો જોઈએ સેમિફાઈનલમાં ભારતનું શેડ્યુલ શું છે.

Breaking News : જાણો સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે
| Updated on: Feb 02, 2026 | 11:00 AM
Share

અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાનો વિજય રથ ચાલું રાખ્યો છે. ગ્રુપ સ્ટેજની મેચ બાદ ટીમ ઈન્ડિયાએ સુપર-6માં પોતાની તમામ મેચ જીતી છે. ઝિમ્બાબ્વેને હાર આપ્યા બાદ પાકિસ્તાન વિરુદ્ધ 58 રનથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપમાં સતત છઠ્ઠી વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.સુપર-6માં પાકિસ્તાન વિરુદ્ધ ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હતી. ભારતના વેદાંત ત્રિવેદીની શાનદાર 68 રનની બેટિંગે 20 ઓરમાં 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે 33.3 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરવાનો હતો પરતુ પાકિસ્તાનની આખી ટીમ 194 રનમાં સમેટાય ગઈ હતી.

ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

ભારતે જીતની સાથે ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પોઝિશન પર કબ્જો કર્યો છે.ભારતે 4 મેચમાં 8 પોઈન્ટ મેળવ્યા છે. આ દરમિયાન તેનો રન રેટ +2.585નો રહ્યો હતો. જે ઈંગ્લેન્ડથી વધારે છે. ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 8 પોઈન્ટ સાથે પહેલા નંબર પર જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.

ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડકપના ઈતિહાસમાં કુલ 12 વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. તે પહેલી ટીમ બની છે. જેમણે આ કારનામું કર્યુંછે. આ પહેલા 28 જાન્યુઆરી 2026ના રોજ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ જીતી ભારતના રેકોર્ડની બરાબરી કરી હતી. કંગારુ ટીમ 11 વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયનના રુપમાં ઉતર્યું છે.

સેમિફાઇનલમાં કોનો સામનો કરશે?

ભારતની જીત સાથે, ચારેય સેમિફાઇનલ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડે પણ પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું છે. પરિણામે, ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે. આ મેચ 4 ફેબ્રુઆરીએ હરારેમાં રમાશે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે.

અંડર-19 વર્લ્ડકપનું સેમિફાઈનલ શેડ્યુલ

  • પહેલી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા V/S ઈંગ્લેન્ડ 4, ફેબ્રુઆરી
  • બીજી સેમિફાઈનલ ભારત V/S અફઘાનિસ્તાન, 5 ફેબ્રુઆરી

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
g clip-path="url(#clip0_868_265)">