AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 24 કલાકમાં બે વખત પક્ષ પલટો ! વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપથી કોંગ્રેસમાં અને હવે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા

Breaking News: 24 કલાકમાં બે વખત પક્ષ પલટો ! વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપથી કોંગ્રેસમાં અને હવે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા

| Updated on: Apr 09, 2026 | 11:15 AM
Share

કિરણસિંહ રાઠોડે ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, 24 કલાક પૂરા થાય તે પહેલાં જ તેમણે ફરી ભાજપમાં વાપસી કરી, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે

ચૂંટણી પહેલા વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડએ માત્ર 24 કલાકમાં બે વખત પક્ષ પલટો કરતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લા પંચાયતના આ સભ્યે પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ એક જ દિવસમાં ફરી ભાજપમાં પરત ફર્યા છે.

24 કલાકમાં જ બે વખત પક્ષ પલટો

મળતી માહિતી મુજબ, કિરણસિંહ રાઠોડે ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, 24 કલાક પૂરા થાય તે પહેલાં જ તેમણે ફરી ભાજપમાં વાપસી કરી, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા

ભાજપમાં પરત ફર્યા બાદ કિરણસિંહ રાઠોડે જણાવ્યું કે, “ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપવું મારી ભૂલ હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે તેમને કેટલાક ખોટા વાયદા કર્યા હતા, જેના કારણે તેમણે પક્ષ બદલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હકીકત સમજાતાં જ તેમણે ફરી ભાજપનો હાથ પકડ્યો.

સ્થાનિક રાજકારણમાં ગરમાવો

પક્ષ પલટાની આ ઝડપભરી ઘટના પર રાજકીય નિષ્ણાતો અને કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી રહી છે, જ્યારે બંને પક્ષો માટે આ મુદ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. આ ઘટનાને પગલે વડોદરા જિલ્લાના રાજકીય માહોલમાં અસ્થિરતા જોવા મળી રહી છે. કાર્યકરોમાં પણ ગૂંચવણ ઉભી થઈ છે કે નેતાઓના આકસ્મિક નિર્ણયોથી સંગઠન પર શું અસર પડશે. આવનારા સમયમાં આવી ઘટનાઓથી મતદાતાઓ પર પણ અસર પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને બંને પક્ષો હવે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા! અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">