આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા! અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા
અમરેલીમાં માત્ર 9 કલાકમાં 10 આંચકા અનુભવાતા ભયનો માહોલ. નિષ્ણાંતોએ ખુલાસો કર્યો છે કે જમીનમાં ઉતરતું વરસાદી પાણી કેવી રીતે ધ્રુજારી પેદા કરે છે.
સૌરાષ્ટ્રના વાતાવરણમાં અત્યારે એક વિચિત્ર કુદરતી ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભૂકંપ પૃથ્વીના પેટાળની હિલચાલને કારણે આવતા હોય છે, પરંતુ અમરેલી પંથકમાં આવી રહેલા આંચકાઓનું સીધું કનેક્શન વરસાદ સાથે હોવાનું સામે આવ્યું છે. બુધવારે અમરેલીમાં માત્ર 9 જ કલાકના ગાળામાં ભૂકંપના નાના-મોટા 10 આંચકા અનુભવાયા હતા, જેમાં મહત્તમ તીવ્રતા 3.3 નોંધાઈ હતી.
વરસાદ અને ભૂકંપ વચ્ચે શું છે સંબંધ?
ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં ભૂકંપની આ એક્ટિવિટી વર્ષોથી જોવા મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જ્યારે વરસાદનું પાણી જમીનમાં ધીમે-ધીમે ઉતરે છે, ત્યારે તે અંદરના ખડકો પર ભારે દબાણ પેદા કરે છે. ખડકો વચ્ચે સર્જાતા આ દબાણને કારણે પૃથ્વીના ઉપરના પડમાં ધ્રુજારી અનુભવાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે મોટાભાગે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ જોવા મળે છે.
ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવું જરૂરી
આ આંચકાઓની તીવ્રતા સામાન્ય રીતે 4ની આસપાસ જ રહેતી હોય છે, તેથી તેનાથી કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ થતી નથી. જો કે, એક જ દિવસમાં વારંવાર આવતી ધ્રુજારીને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની આ પ્રક્રિયા કુદરતી છે અને તેના કારણે આવતા આંચકાઓ ટૂંકા ગાળાના હોય છે. તેમ છતાં, સતત આવતી ધ્રુજારી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય ચોક્કસ બની છે.
અલા આ શું…! કાલે બેંક બંદ….? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
