Breaking News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ List
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અંતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. લાંબા સમયથી ચાલતી રાહ હવે પૂર્ણ થઈ છે અને પક્ષે પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં જાણો એ 52 ઉમેદવારોના નામ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સવલાણી અને અલકાબેન પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, શ્રુષ્ટિ બારીયા અને લાલાભાઈ ભીલને પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત, વોર્ડ નંબર 4 માંથી દિપેશ ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 5 માટે પારુલ દરજી, મયુર ચોકસી અને હેમલ પટેલની પસંદગી કરવામાં આવી છે.
વોર્ડ નંબર 10 માં મિત્તલબેન સોલંકી, ગૌરીબેન જોશી અને આનંદ ઘડિયાલીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 11 માં કેતન પરીખ અને રમેશ તલાટીને ટિકિટ અપાઈ છે. આ ઉમેદવારોની જાહેરાત બાદ ગોધરા નગરપાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- સુરેન્દ્રનગર મનપાના ભાજપના ઉમેદવારના નામ જાહેર
- 13 વોર્ડના 52 નામની થઈ જાહેરાત
- અરવલ્લી જિલ્લા પંચાયતના 30 બેઠકના નામ જાહેર
- મોડાસા તાલુકા પંચાયતના 20 નામની જાહેરાત
- ભિલોડા તાલુકા પંચાયતના 20 નામની જાહેરાત
- બાયડ તાલુકાના 18 નામની જાહેરાત
- ધનસુરા તાલુકાના 18 નામની જાહેરાત
- માલપુર તાલુકાના 16 નામની જાહેરાત
- મેઘરજ તાલુકાના 22 નામની જાહેરાત
- શામળાજી તાલુકાના 16 નામની જાહેરાત
- સાઠંબા તાલુકાના 16 નામની જાહેરાત
- મોડાસા નગર પાલિકાના 6 વોર્ડના 24 નામની જાહેરાત
અરવલ્લીમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરની ટિકિટ કપાઈ. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના બેન નીલાબેન મડિયાને રિપિટ કરાયા.
સુરેન્દ્રનગર મહા નગરપાલીકાની ટીકીટો જાહેર થઈ જેમાં કેટલાક મોટા માથા કપાયા. વોર્ડ નંબર 12 માથી બહાદુરસિહ સોલંકી કપાયા તેમના ભાઇ વનરાજસિંહ સોલંકી ને ટીકીટ. ભાવેશ પ્રજાપતી, શીખાબેન શુક્લ, સ્મીતા રાવલ ને કરાયા રીપીટ. જામાભાઇ ભરવાડને ફરી ભાજપ એ આપી ટીકીટ. ટીકીટો જાહેર થતા અનેક ચાલુ સદસ્ય ની ટીકીટ કપાતા કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ. વઢવાણ વોર્ડ નંબર 12 મુસ્લિમોના 6 હજાર કરતા વધુ મતો પરંતુ કોઇ મુસ્લિમ ને ટીકીટ નહિ આપતા રોષ. 13 ઉમેદવારો રીપીટ 15 ચાલુ સદસ્ય કપાયા.
- આ બાદ ભાજપે લાખણી તાલુકા પંચાયતના 22 ઉમેદવારના નામ જાહેર
- ધરણીધર તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામ જાહેર
- થરાદ તાલુકા પંચાયતના 21 ઉમેદવારના નામ જાહેર
- વાવ તાલુકા પંચાયતના 16 ઉમેદવારના નામ જાહેર
- જિલ્લા પંચાયતના 28 ઉમેદવારના નામ જાહેર
