રાધનપુરમાં ‘પાણી’ માટે જંગ ! ગામના લોકોએ લગાવ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો, સિંચાઈની સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર
"પાણી નહીં તો વોટ નહીં"ના નારા સાથે રાધનપુરના નવા નજુપુરા ગામના લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સિંચાઈના પાણીની જૂની સમસ્યાથી ગ્રામજનોમાં ભારે રોષ.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલું નવા નજુપુરા ગામ અત્યારે આક્રોશના મોજા હેઠળ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ગ્રામજનોએ એકસૂરે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામના મુખ્ય ચોક અને મકાનો પર “ચૂંટણી બહિષ્કાર”ના બેનરો લગાવીને લોકોએ તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
શું છે વિરોધનું મુખ્ય કારણ?
ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી ગામને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું નથી. ખેતી પર નભતા આ ગામમાં પાણીની અછતને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે લોકોએ લોકશાહીના પર્વનો બહિષ્કાર કરવાનો આકરો નિર્ણય લીધો છે.
ગામના આગેવાનોનું કહેવું છે કે, જો ચૂંટણી પહેલા સિંચાઈના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો ગામનો એક પણ નાગરિક મતદાન મથક સુધી નહીં જાય. હવે જોવાનું એ રહેશે કે આ ચીમકી બાદ તંત્ર જાગે છે કે કેમ?
આ પણ વાંચો :
અંબાજી પાસે ₹53 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ‘મિની આબુ’, હવે ભક્તો બોટિંગ અને લેક બ્યુટીફિકેશનની માણી શકશે મજા
સરકારી કચેરીમાં જ ખેલ ખતમ ! ₹20 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ACBના સકંજામાં, ખેડૂતની ફરિયાદ પર મોટી કાર્યવાહી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
