ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેમના માટે 14 ઓગસ્ટનો દિવસ હંમેશા ખાસ રહેશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી આજથી બરાબર 32 વર્ષ પહેલા એટલે કે 14 ઓગસ્ટ 2022 ના રોજ ફટકારી હતી. તેણે માન્ચેસ્ટર ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી ને ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચ ડ્રો માં સમાપ્ત થઈ હતી. ડ્રોમાં સચિનની ઇનિંગ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ની કપ્તાની હેઠળ ભારતીય ટીમ 1990 માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 519 અને 320 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. જ્યારે ભારતે પ્રથમ દાવમાં 432 રન અને બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 343 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
🗓️ #OnThisDay in 1⃣9⃣9⃣0⃣
The legendary @sachin_rt scored his maiden international 💯 against England at the age of 17 and the rest is history 👌👌#TeamIndia pic.twitter.com/9QiynN8bcL
— BCCI (@BCCI) August 14, 2022
#OnThisday in 1990: The start of an ERA.
A 17-year-old @sachin_rt scored a match-saving 119 at Old Trafford. It was the first of what would eventually be 100 International 💯 pic.twitter.com/RuwNqzNwaH
— tea_addict 🇮🇳 (@on_drive23) August 13, 2022
#OnThisDay in 1990, the cricketing world witnessed a 1⃣7⃣-year-old slam his maiden Test 💯 🆚 🏴
We all know the player, but how well do you know the venue? 🤔#OneFamily #DilKholKe #MumbaiIndians @sachin_rt @ICC pic.twitter.com/bLMCQ1ysqJ
— Mumbai Indians (@mipaltan) August 14, 2022
ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર એવા સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ બીજી ઇનિંગમાં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 189 બોલ માં અણનમ 119 રન બનાવ્યા હતા. સચિનની ઇનિંગમાં 17 ચોગ્ગા સામેલ હતા. મહત્વની વાત એ હતી કે તે 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને એક છેડે મજબૂત રીતે રમી રહ્યો હતો. પરંતુ સમય પૂરો થવાને કારણે મેચ ડ્રો રહી હતી.
Published On - 11:57 am, Sun, 14 August 22