AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : બાપ્પાની ભક્તિમાં લીન થયા ભારતીય ક્રિકેટર્સ, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા ગણપતિનું ધૂમધામથી કર્યુ સ્વાગત

મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણેશ ચતુર્થી પાર્ટીમાં હાજરી આપનાર ક્રિકેટ જગતની એકમાત્ર સેલિબ્રિટી સચિન ન હતી. તેમના સિવાય ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કેએલ રાહુલ, ઝહીર ખાન જેવા ક્રિકેટરોએ પણ પાર્ટીમાં ભાગ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સચિને તેના સમગ્ર પરિવાર સાથે પોતાના ઘરે ભગવાન ગણેશની આરતી કરી હતી.

Video : બાપ્પાની ભક્તિમાં લીન થયા ભારતીય ક્રિકેટર્સ, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા ગણપતિનું ધૂમધામથી કર્યુ સ્વાગત
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:30 AM
Share

Mumbai : ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા(Team India) પણ ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. રોહિત, વિરાટ, રાહુલ, પંડ્યા, ઈશાન આ બધા ગણપતિ બાપ્પાની જય બોલાવતા જોવા મળ્યા. ભગવાન ગણેશની ભક્તિમાં લીન થનારાઓમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ સામેલ હતા.ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા તમામ ખેલાડીઓએ પોતપોતાની રીતે ભગવાન ગણેશની પૂજા કરી હતી.

તમને જણાવી દઈએ કે જો ટીમ ઈન્ડિયાની હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે સીરિઝ અને ODI વર્લ્ડ કપ છે તો ભારતીય મહિલા ક્રિકેટરો પાસે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો પડકાર છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઘરે ભગવાન ગણેશની પૂજા કરી હતી. રોહિતે પૂજા કરતી વખતે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની મદદ માટે ધોની-સચિનને બોલાવો, વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કેમ આવું કહ્યું ?

બાપ્પાની ભક્તિમાં લીન થયા ભારતીય ક્રિકેટર્સ

ભારતીય કેપ્ટન સિવાય વિરાટ કોહલીએ પણ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ઘરે પૂજા કરી હતી. ક્રિકેટ અને બોલિવૂડના સમન્વયથી બનેલા આ યુગલે ગણેશ ચતુર્થીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સચિને તેના સમગ્ર પરિવાર સાથે પોતાના ઘરે ભગવાન ગણેશની આરતી કરી હતી. આ પછી તેણે આખા પરિવાર સાથે ગણેશ ચતુર્થીના અવસર પર મુકેશ અંબાણીના ઘરે આયોજિત પાર્ટીમાં પણ હાજરી આપી હતી.

મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણેશ ચતુર્થી પાર્ટીમાં હાજરી આપનાર ક્રિકેટ જગતની એકમાત્ર સેલિબ્રિટી સચિન ન હતી. તેમના સિવાય ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કેએલ રાહુલ, ઝહીર ખાન જેવા ક્રિકેટરોએ પણ પાર્ટીમાં ભાગ લીધો હતો. આ પણ વાંચો : Asian Games 2023: ભારતની ખરાબ શરૂઆત, પહેલી જ મેચમાં ચીને 5-1થી હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">