મેચ હાર્યા તો શું થયું? 400 ના આંકડા સાથે ટીમ ઈન્ડિયાએ રચી દીધો ‘ઈતિહાસ’, વિરોધી ટીમના હોશ ઊડી ગયા
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T20I મેચમાં ભલે ભારતને હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ટીમ ઈન્ડિયાએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 ક્રિકેટમાં એક શાનદાર આંકડો પાર કર્યો છે, જે કોઈપણ ટીમ માટે હાંસલ કરવો સરળ નહીં હોય.

ટીમ ઈન્ડિયા ભલે 5મી મેચમાં જીત નોંધાવી ન શકી હોય પરંતુ તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે કોઈપણ ટીમ માટે બનાવો સરળ નથી હોતો. હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને છેલ્લી T20I મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ કુલ 11 છગ્ગા ફટકાર્યા અને 400 છગ્ગાનો આંકડો સ્પર્શ કરી લીધો. 400 માંથી 142 છગ્ગા ન્યૂઝીલેન્ડ સામે આવ્યા છે, જે એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ વિરોધી ટીમ સામે સૌથી વધુ છે.
કઈ ટીમે ફટકાર્યા કેટલા છગ્ગા?
આ વર્ષે 40 T20I માં ઈન્ડિયાએ 400 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ઓસ્ટ્રિયા (24 મેચમાં 224 છગ્ગા) અને વેસ્ટ ઈન્ડિઝ (21 મેચોમાં 224 છગ્ગા) સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારતે જે છગ્ગા ફટકાર્યા છે, તેમાં અભિષેક શર્મા (86 છગ્ગા), ઈશાન કિશન (60 છગ્ગા) અને સંજૂ સેમસન (50 છગ્ગા) છે.
400 sixes in 40 T20Is for India in 2026 – the first team to reach the landmark.
142 off those have come against New Zealand – the most against an opposition in a calendar year. https://t.co/BzoVpzA6Zs
— Cricbuzz (@cricbuzz) November 1, 2026
મેચની વાત કરીએ તો, કેપ્ટન શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની હાફ સેન્ચુરીની મદદથી ભારતે ખરાબ શરૂઆતમાંથી બહાર આવીને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા હતા. જો કે, ન્યૂઝીલેન્ડે આ લક્ષ્ય 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટિમ સાઈફર્ટે સૌથી વધુ 93 રનની ઈનિંગ રમી, જ્યારે ઈન-ફોર્મ ગ્લેન ફિલિપ્સે અણનમ 65 રનની ઈનિંગ રમી.
93 રનની પાર્ટનરશિપ
એક સમયે ભારતનો સ્કોર 19/2 હતો પરંતુ ત્રીજી વિકેટ માટે અય્યર અને કિશને 93 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ પાર્ટનરશિપ થકી તેમણે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી.
અંતમાં નમન ધીર (23 બોલમાં 33 રન, જેમાં ચાર ચોગ્ગા માર્યા) અને નીતીશ કુમાર રેડ્ડી એ (17 બોલમાં 22 રન, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો માર્યો) પણ રન બનાવ્યા. ન્યુઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને 19 રન આપીને 4 વિકેટ ઝડપી.
