IND vs ENG: કલાકો સુધી વરસે છે વરસાદ, છતાં મિનિટોમાં સુકાઈ જાય છે ગયાનાનું મેદાન, ભારતની તાકાત પર થયો આ ‘ચમત્કાર’

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ એવા મેદાન પર રમાવાની છે જેને તમે ચમત્કારિક કહીએ તો ખોટું નહીં હોય. ગયાનાનું પ્રોવિડન્સ સ્ટેડિયમ ખૂબ જ ખાસ છે કારણ કે જો 2-3 દિવસ સુધી સતત વરસાદ પડે તો પણ તે મિનિટોમાં સુકાઈ જાય છે. જાણો આ મેદાનનો ઈતિહાસ અને કેવી રીતે ભારતની તાકાત પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું.

IND vs ENG: કલાકો સુધી વરસે છે વરસાદ, છતાં મિનિટોમાં સુકાઈ જાય છે ગયાનાનું મેદાન, ભારતની તાકાત પર થયો આ 'ચમત્કાર'
Providence Stadium Guyana
Follow Us:
| Updated on: Jun 27, 2024 | 9:09 PM

ગયાનાનું પ્રોવિડન્સ સ્ટેડિયમ… કરોડો ક્રિકેટ ચાહકોની નજર આ મેદાન પર ટકેલી છે કારણ કે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઈનલ અહીં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. જોકે, ચાહકો થોડા ટેન્શનમાં છે કારણ કે ગયાનામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે અને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ જોખમમાં છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગયાનામાં ગમે તેટલો વરસાદ પડે, તેના સ્ટેડિયમમાં રમાતી મેચો ક્યારેય ધોવાતી નથી. ગુયાનામાં ગમે તેટલો વરસાદ પડે, અહીંના પ્રોવિડન્સ મેદાન થોડી જ મિનિટોમાં સુકાઈ જાય છે. આ જ કારણ છે કે ગુયાનાના આ ગ્રાઉન્ડને વેસ્ટ ઈન્ડિઝનું સૌથી ચમત્કારિક ગ્રાઉન્ડ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થાય છે?

ગયાનાની ડ્રેનેજ સિસ્ટમ અદ્ભુત

એક તરફ દુનિયાના મોટા સ્ટેડિયમોમાં મેદાનને સૂકવવા માટે ખાસ પ્રકારના કવર અને એર સિસ્ટમ લગાવવામાં આવે છે, તો બીજી તરફ ગયાનામાં આવું કંઈ નથી થતું. પરંતુ તેમ છતાં સતત બે દિવસના વરસાદનું પાણી પણ 20 મિનિટમાં સુકાઈ જાય છે. તેનું સૌથી મોટું કારણ સ્ટેડિયમની ઉત્તમ ડ્રેનેજ વ્યવસ્થા છે. 2007ના વર્લ્ડ કપમાં ગયાનાના મેદાનનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ ક્લાસ સુપર સોકરનો ઉપયોગ

આ એ જ મેદાન છે જ્યાં લસિથ મલિંગાએ સાઉથ આફ્રિકા સામે સતત ચાર વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે આ મેદાનનો પાયો નાખવામાં આવ્યો ત્યારે તેની ડ્રેનેજ સિસ્ટમ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ મેદાન બનાવવા માટે રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમમાં સબમર્જ્ડ ડ્રેનેજ સિસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે 90 ટકા પાણી આપોઆપ સુકાઈ જાય છે. બાકીના પાણીને સૂકવવા માટે વર્લ્ડ ક્લાસ સુપર સોકરનો ઉપયોગ કરવામાં આવે છે.

'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે

CPLની મેચો ક્યારેય રદ્દ નથી થઈ

ગયાના સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કારણ ગયાનામમાં અન્ય કેરેબિયન ટાપુઓ કરતાં વધુ વરસાદ પડે છે, અંહી એક મહિનામાં 28 દિવસ વરસાદ પડે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવું હોવા છતાં, અહીં કેરેબિયન પ્રીમિયર લીગની મેચો ક્યારેય રદ્દ થતી નથી.

સ્ટેડિયમ બનાવવા ભારત સરકારે આપી લોન

ગયાના સ્ટેડિયમના નિર્માણમાં ભારત સરકારે મોટી ભૂમિકા ભજવી છે. આ સ્ટેડિયમ બનાવવાનું કામ વર્ષ 2005માં શરૂ થયું હતું અને ભારત સરકારે આમાં ગયાના સરકારની મદદ કરી હતી. તે સમયે ભારતે ગયાના સરકારને 19 મિલિયન ડોલરની લોન આપી હતી અને તમામ સુવિધાઓ આપવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. ગયાનાનું સ્ટેડિયમ શાપૂરજી પાલુનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે એક ભારતીય કંપની છે. આ સ્ટેડિયમ માત્ર 2 વર્ષમાં બન્યું હતું અને આજે જુઓ આ મેદાનને લઈને કેટલી ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: IND vs ENG: શું ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે? જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો કોણ રમશે ફાઈનલ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">