T20 World Cup 2024: વિરાટ કોહલીના કારણે રિષભ પંતને થશે મોટો ફાયદો, રોહિત શર્મા કરશે ધમાકો
T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કેવો રહેશે તે એક મોટો પ્રશ્ન છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા રિષભ પંતનો નંબર 3 પર ઉપયોગ કરી શકે છે અને આ બધું વિરાટ કોહલીના કારણે થવા જઈ રહ્યું છે. જાણો કેવી રીતે?
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે જ્યાં ટીમ ઈન્ડિયા મોટા ફેરફાર સાથે પ્રવેશ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં એવો ફેરફાર થવા જઈ રહ્યો છે જેની ચાહકો કદાચ અપેક્ષા પણ ન કરતા હોય.
રિષભ પંતને લાગશે લોટરી
એવા અહેવાલો છે કે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે પરંતુ આ નિર્ણય બાદ હવે રિષભ પંતની લોટરી લાગી શકે છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા રિષભ પંતને નંબર 3 પર બેટિંગ કરવી શકે છે.
શું પંત ત્રીજા નંબર પર બેટિંગ કરશે?
રિષભ પંતને નંબર 3 પર બેટિંગ કરાવવાનું એક કારણ યશસ્વી જયસ્વાલની બાદબાકી હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જો ટીમ ઈન્ડિયા વિરાટને ઓપનિંગ કરાવશે તો પંત નંબર 3 પર સારો વિકલ્પ હશે. તેણે વોર્મ-અપ મેચમાં પણ આ સાબિત કર્યું છે. પંતે ન્યૂયોર્કની પિચ પર બાંગ્લાદેશ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. પંતે નિર્ભયતાથી શોટ્સ રમ્યો હતો, જેથી તેને 3 નંબર પર તક આપી શકાય છે. મતલબ કે જો ટીમ ઈન્ડિયા પહેલી વિકેટ વહેલી ગુમાવે તો પણ પંત ઝડપી બેટિંગ કરીને રન રેટ વધારી શકે છે. પંત બાદ સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા જેવા બેટ્સમેન પણ આક્રમક બેટિંગ માટે જાણીતા છે.
કોણ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે?
ભારતીય ટીમ કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. શિવમ દુબે આ ટીમમાં રહેશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. સિરાજ અને અર્શદીપમાંથી કોણ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તે પણ એક સવાલ છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો : T20 World Cup 2024 : 2007 થી 2022 દરમિયાન T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું?