T20 World Cup: ધોની અને ટીમ ઈન્ડીયાને લઈ અજય જાડેજાએ ઉઠાવ્યો સવાલ, કહ્યું BCCIને આવી શું જરુર હતી

TV9 GUJARATI

|

Updated on: Sep 12, 2021 | 8:25 PM

T20 વિશ્વકપ માટે ભારતની 15 સદસ્યની ટીમનું એલાન કરવા સાથે ટીમના મેન્ટોર તરીકે એમએસ ધોની (MS Dhoni)ને બનાવવામાં આવ્યા હતા.

T20 World Cup: ધોની અને ટીમ ઈન્ડીયાને લઈ અજય જાડેજાએ ઉઠાવ્યો સવાલ, કહ્યું BCCIને આવી શું જરુર હતી
Ajay Jadeja

BCCIએ એમએસ ધોની (MS Dhoni)ને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનો માર્ગદર્શક બનાવ્યો કેમ, તે અંગેની નિવેદન બાજી અટકવાનું નામ નથી લઈ રહી. હવે આના પર સવાલો ઉઠાવતા હવે તાજુ નિવેદન ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું આવ્યું છે. તેમણે કહ્યું કે પહેલા આવું નહોતું તો પછી રાતોરાત ટીમને માર્ગદર્શકની જરૂર પડી.

T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના સચિવ જય શાહે MS ધોનીને આ ટીમના માર્ગદર્શક બનાવ્યા છે. આ સમાચાર ધોનીના ચાહકો માટે સારા છે, પરંતુ પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને માટે BCCIનું આ પગલું સમજ બહાર છે.

ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા અજય જાડેજાએ કહ્યું કે તે મારી સમજની બહાર છે. બે દિવસથી મેં ધોનીને ટીમના માર્ગદર્શક બનાવવાનું વિચાર્યું પણ મને કંઈ સમજાયું નહીં. મને ધોનીની ક્રિકેટની સમજ પર શંકા નથી. તેઓ ટીમને કેટલું અને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. તે હું જાણું છું.

મારા કરતા મોટો એમએસ ધોનીનો ચાહક કોઈ ન હોઈ શકે. પરંતુ હું તેના માર્ગદર્શક બનાવવાથી આશ્ચર્યમાં છું. જોકે મારુ એ પણ માનવુ છે કે જ્યારે ટીમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની અંદર સારુ કરી રહી હતી તો પછી મને નથી લાગતુ કે T20 વિશ્વકપના માટે મેન્ટોરની જરુર હતી.

આ દિગગ્જો એ પણ સરાહના કરી હતી

અજય જાડેજા પહેલા કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે ધોનીને મેન્ટર બનાવવાના નિર્ણયને આવકાર્યો છે. તેણે તેને સ્માર્ટ ચાલ ગણાવી. કપિલ દેવે કહ્યું હું હંમેશા કહું છું કે ખેલાડીઓને નિવૃત્તિના 3-4 વર્ષ પછી રાષ્ટ્રીય સેટઅપમાં લાવવા જોઈએ. ધોની સાથે આવું એક વર્ષમાં જ થયું. તેથી જ મને લાગે છે કે આ એક ખાસ મામલો છે.

વર્લ્ડ કપ માટે ટીમના મેન્ટર તરીકે ધોનીની નિમણૂક એક સારા સમાચાર છે. મને આશા છે કે વ્યૂહરચનાને લઈને ધોની અને ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. જો આવું થાય અને આ જોડી બંધબેસે તો ટીમ ઈન્ડિયા માટે અદ્ભુત રહેશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીની પસંદગીને માર્ગદર્શક તરીકે અદ્ભુત પગલું ગણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી

આ પણ વાંચોઃ PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati