IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી
ક્રિકેટમાં ઝડપી રમતને જોવાનો એક અલગ જ રોમાંચ હોય છે. એમાંય ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી જોવાનો લ્હાવો અનોખો હોય છે.
IPL 2021 ની બાકી રહેલી 31 મેચ આગામી 19 સપ્ટેમ્બરથી રમાનારી છે. કોરોના સંક્રમણને લઇને IPL 2021 ટૂર્નામેન્ટ સ્થગીત કરવા બાદ, ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચ UAE માં આયોજીત કરવામાં આવી છે. ભારતીય જ નહી પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં IPL ની ટૂર્નામેન્ટ જબરદસ્ત આકર્ષણ ધરાવે છે. જેને લઇ આઇપીએલની આગળની મેચો શરુ થવાને લઇને રાહ જોવાઇ રહી છે. ખેલાડીઓની ઝડપથી રમાતી રમતને જોવાનો જબરદસ્ત રોમાંચ અહી મળતો હોય છે.
ઝડપથી રમત રમવાના દરમ્યાન ટૂર્નામેન્ટમાં શતક પણ ખૂબ જ ઝડપ થી પુરા થાય એ સ્વભાવિક છે. આવા જ ટોપ ફાઇવ ઝડપી શતકમાં એક ભારતીય ઓલરાઉન્ડર ખેલાડીઓનો પણ સમાવેશ છે. જ્યારે સૌથી ઝડપ થી શતક ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઇન્ડીઝના ખેલાડી ક્રિસ ગેઇલ (Chris Gayle) ના નામે છે. યુનિવર્સ બોસ તરીકે જાણીતા ગેઇલે ટૂર્નામેન્ટનુ સૌથી ઝડપી શતક 2013માં ફટકાર્યુ હતુ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ગેઇલે આ પરાક્રમ કર્યુ હતુ.
પુણે વોરિયર્સ સામે નોંધાવેલી આઇપીએલ ની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી માત્ર 30 બોલમાં જ નોંધાવી હતી. આ ઇનીંગ દરમ્યાન ગેઇલે 175 રન નોંધાવ્યા હતા. જે તેણે 66 બોલ પર નોંધાવ્યા હતા. જે ઇનીંગ રમવા દરમ્યાન તેણે 17 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે 13 ચોગ્ગા લગાવ્યા હતા.
ભારતીય ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ (Yusuf Pathan) એક માત્ર ભારતીય ખેલાડી છે જે આઇપીએલની સૌથી પાંચ ઝડપી શતક નોંધાવનારા ખેલાડીઓમાં સામેલ છે. તે ગેઇલ બાદ બીજા નંબર નો બેટ્સમેન છે, જે સૌથી ઓછા બોલમાં શતક નોંધાવવામાં સફળ રહ્યો હોય. પઠાણે રાજસ્થાન રોયલ્સ વતી થી રમતા 2010માં મુંબઇ ઇન્ડીયન્સ સામે 37 બોલમાં શતક નોંધાવ્યુ હતુ. જે મેચમાં રાજસ્થાનની ટીમ સામે 213 રનનુ લક્ષ્ય હતુ, જેમાં 4 રને પરાજ્ય સહવો પડ્યો હતો.
આ બેટ્સમેનો નોંધાવી ચુક્યા છે, સૌથી ઝડપી શતક
- ક્રિસ ગેઇલઃ 30 બોલ (વર્ષ 2013)
- યૂસુફ પઠાણઃ 37 બોલ (વર્ષ 2010)
- ડેવિડ મિલરઃ 38 બોલ ( વર્ષ 2013)
- એડમ ગિલક્રિસ્ટઃ 42 બોલ (વર્ષ 2008)
- એબી ડિવિલીયર્સઃ 43 બોલ (2016)
- ડેવિડ વોર્નરઃ 43 બોલ (2016)