AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર ફગાવી, IPL છે કારણ !

T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં અમેરિકા જવા રવાના થશે. IPLને ધ્યાનમાં રાખીને ટીમને બે બેચમાં મોકલવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ આ પહેલા BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCIએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર નકારી કાઢી છે અને હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની મેચો પહેલા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે.

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર ફગાવી, IPL છે કારણ !
Rohit & Virat
| Updated on: May 16, 2024 | 6:33 PM
Share

T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટ માટે ICCએ તમામ તૈયારીઓ કરી લીધી છે. દર વખતની જેમ આ વખતે પણ ગ્રુપ સ્ટેજની મેચો શરૂ થતા પહેલા તમામ ટીમો બે વોર્મ-અપ મેચ રમશે. પરંતુ આ પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય ટીમ માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ICC અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બે વોર્મ-અપ મેચની ઓફર કરી હતી, જેમાંથી એક ફ્લોરિડામાં અને બીજી ન્યૂયોર્કમાં રમાવવાની હતી. પરંતુ BCCIએ આ માટે ના પાડી દીધી છે. હવે મોટો સવાલ એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આવું કેમ કર્યું.

વોર્મ-અપ મેચો 26 મેથી શરૂ થશે

T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો 26 મેથી શરૂ થઈ શકે છે, એટલે કે તેમાં માત્ર 10 દિવસ બાકી છે. જ્યારે IPLની ફાઈનલ 26 મેના રોજ રમાશે. આવી સ્થિતિમાં આખી ભારતીય ટીમ સમયસર અમેરિકા પહોંચી શકશે નહીં. તેથી, BCCIએ ટીમને બે બેચમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમની પ્રથમ બેચ IPL ફાઈનલના એક દિવસ પહેલા એટલે કે 25 મેના રોજ અમેરિકા જવા રવાના થશે. જ્યારે બીજી બેચ 26મી મેના રોજ યોજાનારી ફાઈનલ મેચ બાદ જશે.

ટીમ ઈન્ડિયાએ કેમ લીધો આ નિર્ણય?

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, BCCIએ કહ્યું છે કે બે મહિના સુધી IPL રમ્યા બાદ ઘણા ખેલાડીઓ પહેલાથી જ થાકી ગયા છે. ભારતીય ટીમ ન્યૂયોર્કમાં જ રહેશે અને બોર્ડ નથી ઈચ્છતું કે ક્રિકેટરો ફ્લોરિડામાં વધુ પ્રવાસ કરે. તેથી BCCIએ આ નિર્ણય લેવો પડ્યો છે.

આ યાદીમાં પાકિસ્તાન-ઈંગ્લેન્ડ પણ સામેલ

ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને પણ વોર્મ અપ મેચ રમવાનું નક્કી કર્યું છે. T20 વર્લ્ડ કપ પહેલા બંને દેશો વચ્ચે એક સિરીઝ થવાની છે જે 30 મેના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તેમની પાસે પણ વોર્મ અપ મેચો રમવાનો સમય નહીં હોય. જોકે ICCએ હજુ સુધી આ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. પરંતુ રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ 1 જૂને બાંગ્લાદેશ સામે રમી શકે છે. આ પ્રેક્ટિસ મેચ ન્યૂયોર્કમાં જ યોજાશે.

આ પણ વાંચો : IPL 2024 : ફેન્સ દ્વારા સતત ટ્રોલિંગ અને નફરત મળી છતાં હાર ન માની, બુમરાહને પછાડી બન્યો સિઝનનો નંબર-1 બોલર આ ગુજ્જુ ખેલાડી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">