T20 World Cup AUS vs IND : ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય

| Updated on: Jun 24, 2024 | 11:59 PM

India vs Australia: T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ગ્રુપ 1ની મહત્વની મેચ સેન્ટ લુસિયામાં છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. આ મેચમાં જીત મહત્વની રહેશે. ઓસ્ટ્રેલિયાની હાર તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સુપર-8માં બંને ટીમોની આ છેલ્લી મેચ છે.

T20 World Cup AUS vs IND : ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઓસ્ટ્રેલિયા તેમની સુપર-8ની છેલ્લી મેચમાં સામસામે ટકરાશે. અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયા માટે આ મેચ વધુ મહત્વની બની ગઈ છે. હવે તેના માટે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે. જો કે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે અફઘાનિસ્તાન સામેની હાર બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે ભારતને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવા ઈચ્છશે. તો આજે જોવાનું રહેશે કે, કોણ જીતે છે આજની મેચ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Jun 2024 11:45 PM (IST)

    ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

    ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય

  • 24 Jun 2024 11:36 PM (IST)

    ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો

    ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો, ટીમ ડેવિડ માત્ર 15 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 24 Jun 2024 11:29 PM (IST)

    અર્શદીપ સિંહે વેડને કર્યો આઉટ

    ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો, મેથ્યુ વેડ માત્ર 1 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 24 Jun 2024 11:24 PM (IST)

    બૂમરાહે ટ્રેવિસ હેડને કર્યો આઉટ

    ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો, ટ્રેવિસ હેડ 76 રન બનાવી થયો આઉટ, જસપ્રીત બૂમરાહે લીધી વિકેટ

  • 24 Jun 2024 11:13 PM (IST)

    અક્ષર પટેલે સ્ટોઈનિસને કર્યો આઉટ

    ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ માત્ર 2 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 24 Jun 2024 11:08 PM (IST)

    કુલદીપે મેક્સવેલને કર્યો આઉટ

    ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો, ગ્લેન મેક્સવેલ 20 રન બનાવી થયો આઉટ, કુલદીપે લીધી વિકેટ

  • 24 Jun 2024 10:49 PM (IST)

    અક્ષર પટેલનો શાનદાર કેચ

    ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો, અક્ષર પટેલનો શાનદાર કેચ, કુલદીપે લીધી વિકેટ

  • 24 Jun 2024 10:36 PM (IST)

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50ને પાર

    મિચેલ માર્શ-ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ,ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50ને પાર

  • 24 Jun 2024 10:12 PM (IST)

    અર્શદીપ સિંહે ભારતને પહેલી સફળતા અપાવી

    ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો, ડેવિડ વોર્નર 6 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 24 Jun 2024 09:53 PM (IST)

    ઓસ્ટ્રેલિયાને જીતવા 206નો ટાર્ગેટ

    ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માના દમદાર 92 રન

  • 24 Jun 2024 09:47 PM (IST)

    શિવમ દુબે આઉટ

    ભારતને પાંચમો ઝટકો, શિવમ દુબે 28 રન બનાવી થયો આઉટ

  • 24 Jun 2024 09:30 PM (IST)

    ભારતે ચોથી વિકેટ ગુમાવી, સુર્યકુમાર યાદવ 31 રન બનાવી આઉટ

    • ભારતે 160ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી
    • સુર્યકુમાર યાદવ 16 બોલમાં  31 રન બનાવી આઉટ
    • મિચેલ સ્ટોર્કે બીજી વિકેટ ઝડપી
  • 24 Jun 2024 09:13 PM (IST)

    રોહિત શર્મા સદી ચૂકી ગયો

    ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, રોહિત શર્મા 92 રન બનાવી થયા આઉટ, રોહિત શર્મા સદી ચૂકી ગયો, સ્ટાર્કે આપ્યો ભારતને મોટો ઝટકો

  • 24 Jun 2024 09:04 PM (IST)

    10 ઓવર બાદ ભારતનો 114/2

    10 ઓવર બાદ ભારતનો સ્કોર 114/2, રોહિત શર્મા 37 બોલમાં 89 નોટઆઉટ

  • 24 Jun 2024 08:51 PM (IST)

    રિષભ પંત આઉટ

    ભારતને બીજો ઝટકો, રિષભ પંત માત્ર 15 રન બનાવી થયો આઉટ

  • 24 Jun 2024 08:42 PM (IST)

    પાવરપ્લે બાદ ભારત 60/1

    પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 60/1, રોહિત શર્માની ફિફ્ટી, રિષભ પંતની દમદાર બેટિંગ

  • 24 Jun 2024 08:36 PM (IST)

    રોહિત શર્માની તોફાની ફિફ્ટી

    વરસાદના વિધ્ન બાદ ફરી મેચ શરૂ, રોહિત શર્માની તોફાની ફિફ્ટી

  • 24 Jun 2024 08:27 PM (IST)

    વરસાદના કારણે મેચ રોકવામાં આવી

    વરસાદના કારણે મેચ રોકવામાં આવી, 4.1 ઓવર બાદ ભારતનો સ્કોર 43/1, રોહિત 14 બોલમાં 41 નોટઆઉટ

  • 24 Jun 2024 08:18 PM (IST)

    રોહિત શર્માની આંધી

    રોહિત શર્માની આંધી, સ્ટાર્કને ધોઈ નાખ્યો, ચાર સિક્સર અને એક ફોર ફટકારી, એક ઓવરમાં 29 રન ફટકાર્યા

  • 24 Jun 2024 08:09 PM (IST)

    વિરાટ કોહલી 0 પર આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, વિરાટ કોહલી ખાતું ખોલ્યા વિના જ થયો આઉટ

  • 24 Jun 2024 08:05 PM (IST)

    રોહિતની બાઉન્ડ્રી

    પહેલી ઓવરમાં રોહિત શર્માએ મિચેલ સ્ટાર્કને ફટકારી દમદાર બાઉન્ડ્રી, ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું

  • 24 Jun 2024 07:46 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

  • 24 Jun 2024 07:45 PM (IST)

  • 24 Jun 2024 07:44 PM (IST)

    ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ 11

    ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

  • 24 Jun 2024 07:34 PM (IST)

    ટીમ ઈન્ડિયા બેટિંગ ફર્સ્ટ

    ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ

  • 24 Jun 2024 07:30 PM (IST)

    ટીમ ઈન્ડિયાએ વોર્મઅપ શરૂ કર્યું

    ભારતીય ટીમ સેન્ટ લુસિયાના મેદાન પર પહોંચી ગઈ છે. હાલમાં હવામાન એકદમ સ્વચ્છ છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓએ વોર્મઅપ શરૂ કરી દીધું છે.

  • 24 Jun 2024 07:12 PM (IST)

    સુપર-8માં બંને ટીમોની છેલ્લી મેચ

    સેન્ટ લુસિયામાં આજે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ગ્રુપ 1 ની મહત્વપૂર્ણ મેચ છે. આમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. આ મેચમાં વિજય ભારતની સેમીફાઈનલની જગ્યા સુનિશ્ચિત કરશે. ઓસ્ટ્રેલિયાની હાર તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સુપર-8માં બંને ટીમોની આ છેલ્લી મેચ છે.

  • 24 Jun 2024 06:57 PM (IST)

    સ્પિનર્સ માટે ઉપયોગી પિચ

    સેન્ટ લુસિયાની પિચ ફાસ્ટ બોલરો માટે આફત બની રહી છે. અહીં ઝડપી બોલરોની અર્થવ્યવસ્થા 9.42 રહી છે, જે આ T20 વર્લ્ડ કપમાં સૌથી ખરાબ છે. જ્યારે સ્પિનરોની 7.91ની એવરેજ અહીં તેમની સરખામણીમાં થોડી સારી છે. તેથી આ પિચ પર માત્ર સ્પિનરો જ ઉપયોગી થશે.

  • 24 Jun 2024 06:09 PM (IST)

    SA v ENG મેચ વાળી પિચ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં SA v ENG મેચની પિચનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ આ પીચ પર 163 રન બનાવ્યા હતા અને રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું.

  • 24 Jun 2024 05:36 PM (IST)

    સ્વચ્છ હવામાન, પિચ પરથી કવર દૂર કરાયા

    સેન્ટ લુસિયામાં વરસાદને કારણે પીચ ઢંકાઈ ગઈ હતી. જોકે, હવે વરસાદ બંધ થઈ ગયો છે અને હવામાન ચોખ્ખું છે. તેથી પિચ પરથી કવર હટાવી દેવામાં આવ્યું છે. સુપર સુપરસે મેદાન સૂકવવાનું શરૂ કરી દીધું છે અને ભારત-ઓસ્ટ્રેલિયા મેચ સમયસર શરૂ થવાની અપેક્ષા છે.

  • 24 Jun 2024 05:15 PM (IST)

    IND vs AUS Match Update : જુઓ Weather Report

    સોમવાર, 24 જૂને, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા સુપર-8 મેચમાં ટકરાશે, ત્યારે કરોડો ભારતીય ચાહકોના હોઠ પર એક જ શબ્દ હશે – બદલો. 19મી નવેમ્બરની એ સાંજનો બદલો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. આ પણ વાંચો : T20 World Cup 2024: IND vs AUS વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયા નહીં વરસાદ ફેરવશે ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ! જુઓ Weather Report

  • 24 Jun 2024 05:10 PM (IST)

    IND vs AUS Match Update : ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે

    આ પણ વાંચો : IND vs AUS: ભારત સામે હારીને પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે, હવે આ સમીકરણથી રસ્તો ખુલશે

  • 24 Jun 2024 05:02 PM (IST)

    IND vs AUS Match Update : પિચ ફાસ્ટ બોલરો માટે આફત બની

    સેન્ટ લુસિયાની પિચ ફાસ્ટ બોલરો માટે આફત બની રહી છે. અહીં ફાસ્ટ બોલરોની ઈકોનોમી 9.42 રહી છે, જે આ T20 વર્લ્ડ કપમાં સૌથી ખરાબ છે. જ્યારે સ્પિનરોની 7.91ની ઈકોનોમી અહીં તેમની સરખામણીમાં થોડી સારી છે. તેથી આ પીચ પર માત્ર સ્પિનરો જ ઉપયોગી થશે.

  • 24 Jun 2024 04:59 PM (IST)

    IND vs AUS Match Update : ઓસ્ટ્રેલિયાની ટીમનો નેટ રન રેટ શાનદાર

    ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યારસુધી સુપર-8માં 2 મેચ રમી છે. જેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ જીત મળી હતી. તો અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાની સારી વાત એ છે કે, તેનો નેટ રન રેટ પ્લમાં છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ પ્લસ 0.223 છે અને 2 અંક છે.

  • 24 Jun 2024 04:56 PM (IST)

    IND vs AUS Match Update : ટીમ ઈન્ડિયા સતત 2 મેચ જીતીને ટોપ પર

    આ રાઉન્ડમાં બંને ટીમોની આ છેલ્લી મેચ છે. ટીમ ઈન્ડિયા સતત 2 મેચ જીતીને ટોપ પર છે અને સેમીફાઈનલની નજીક છે. ઓસ્ટ્રેલિયાનું પણ સેમિફાઇનલમાં પહોંચવું નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ અફઘાનિસ્તાનના હાથે મળેલી આઘાતજનક હારે આખી રમત બગાડી નાંખી છે.

  • 24 Jun 2024 04:49 PM (IST)

    IND vs AUS Match Update : નેટ રનરેટની સાથે સેમિફાઈનલમાં પહોંચવાની તક

    જો વરસાદ આવ્યો તો ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રદ્દ થઈ શકે છે. બંન્ને ટીમને એક એક પોઈન્ટ પણ આપવામાં આવશે. ભારતીય ટીમ ટોપ પર છે કુલ 4 અંક છે તો તેના 5 અંક થઈ જશે. તે સેમિફાઈનલમાં પ્રવેશ કરી લેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. તેની પાસે 3 પોઈન્ટ છે, આ તેની સુપર 8ની છેલ્લી મેચ છે. આ મેચ રદ્દ થઈ જાય તો અફઘાનિસ્તાનની પાસે બાંગ્લાદેશને હરાવી 4 પોઈન્ટ સાથે સારા નેટ રનરેટની સાથે સેમિફાઈનલમાં પહોંચવાની તક છે.

  • 24 Jun 2024 04:45 PM (IST)

    IND vs AUS Match Update : થિયેટરમાં માણો IND vs AUS મેચની મજા

    તમે થિયેટરમાં 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ મેચ જોવા માટે તમે બુક માય શોમાં જઈને ટિકિટ બુક કરાવી શકો છો. બુક માય શો પર ટિકિટ બુક કરવા માટે તમારે તમારા શહેર વિશે જણાવવું પડશે, જેના આધારે તમે PVR વિશે જાણી શકશો

  • 24 Jun 2024 04:45 PM (IST)

    IND vs AUS Match Update : જો મેચ ધોવાઇ જશે તો શું થશે?

    હવે તેની અસર વિશે વાત કરીએ. રમ્યા વિના પણ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલની ટિકિટ મળશે કારણ કે તેને 5 પોઈન્ટ મળશે. તો ઓસ્ટ્રેલિયાને પરિણામ ભોગવવું પડશે, કારણ કે જીત નોંધાવીને સંપૂર્ણ 2 પોઈન્ટ મેળવવાને બદલે તે માત્ર 1 પોઈન્ટ મેળવી શકશે. આવી સ્થિતિમાં, જો અફઘાનિસ્તાન આગામી મેચમાં બાંગ્લાદેશને હરાવશે, તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

  • 24 Jun 2024 04:40 PM (IST)

    IND vs AUS Match Update : બોલરોનું શાનદાર પ્રદર્શન

    ભારતીય બોલરો આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની બેટિંગ અને બોલિંગ એકમો જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતા લાગે છે કે આ ટીમને હરાવવાનું ઘણું મુશ્કેલ છે.

  • 24 Jun 2024 04:38 PM (IST)

    IND vs AUS Match Update : સેન્ટ લુસિયામાં હવામાન કેવું છે?

    બંને ટીમો વચ્ચે આ મુકાબલો સેન્ટ લુસિયાના ગ્રોસ આઈલેટ મેદાનમાં થવા જઈ રહ્યો છે પરંતુ આ શહેરનું હવામાન કોઈ સારા સમાચાર નથી આપી રહ્યું. મેચના એક દિવસ પહેલા રવિવારે શહેરમાં ઘણો વરસાદ પડ્યો હતો અને મોડી રાત્રે પણ વરસાદ પડવાની ધારણા છે. આ મેચ સેન્ટ લુસિયાના સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી રમાશે પરંતુ સવારે વરસાદ વિક્ષેપ પાડી શકે છે.

  • 24 Jun 2024 04:35 PM (IST)

    IND vs AUS Match Update : ગ્રૂપ 2ના બંન્ને સેમી ફાઇનલિસ્ટ નક્કી

    યજમાન વેસ્ટ ઈન્ડિઝ પર સાઉથ આફ્રિકાની જીત સાથે, સુપર-8માં ગ્રુપ 2ના બંને સેમીફાઈનલના નામ નક્કી થઈ ગયા છે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. હવે જોવાનું એ રહે છે કે ગ્રુપ 1માંથી કઈ બે ટીમોનું નસીબ ચમકે છે. જો કે ભારતનો દાવો મજબૂત છે.

  • 24 Jun 2024 04:30 PM (IST)

    IND vs AUS Match Update : સેમી ફાઈનલમાં પ્રવેશ કન્ફર્મ

    બાંગ્લાદેશ સામે મોટી જીત સાથે હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચશે તે નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયાએ 2 મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ પણ શાનદાર છે. હવે ભારતીય ટીમ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો કે, ટીમ ઈન્ડિયા આ મેચ પણ જીતવા ઈચ્છે છે, જેથી તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહે, તેને સેમિફાઈનલમાં આનો ફાયદો મળી શકે.

  • 24 Jun 2024 04:25 PM (IST)

    IND vs AUS Match Update : T20 વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ?

    રેકોર્ડમાં પલડું ટીમ ઈન્ડિયાનું ભારે છે.આવું સેન્ટ લુસિયામાં રમાયેલી મેચમાં જોવા મળે છે. T20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચ રમ્યું છે, જેમાં તે 3 વખત જીતવામાં સફળ રહ્યું છે. એટલે કે ઓસ્ટ્રેલિયા માત્ર બે વખત જ જીતવામાં સફળ રહ્યું છે.

  • 24 Jun 2024 04:24 PM (IST)

    IND vs AUS Match Update : સેન્ટ લુસિયામાં વરસાદ પડી રહ્યો છે

    સેન્ટ લુસિયામાં યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદનો ખતરો જોવો મળી રહ્યો છે, જે હવે સાચો સાબિત થઈ રહ્યો છે. માહિતી મુજબ હાલમાં વરસાદ પડી રહ્યો છે. આ મેચ હવેથી 4 કલાકમાં એટલે કે રાત્રે 8 વાગ્યે શરૂ થવાની છે. જો મેચ રદ્દ થશે તો ભારતીય ટીમ સીધી સેમીફાઈનલમાં જશે.

  • 24 Jun 2024 04:22 PM (IST)

    IND vs AUS Match Update : શું રમત સમયસર શરૂ થશે?

    આ મેચ સેન્ટ લુસિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી રમાશે. હવામાન અહેવાલો અનુસાર, સવારે 7 થી સવારે 9 વાગ્યાની વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચ સમયસર શરૂ થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે.

Published On - Jun 24,2024 4:21 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">