T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ પહેલા આવ્યા મોટા સમાચાર, ICCને કરોડો રૂપિયાનું થશે નુકસાન !

|

Jun 01, 2024 | 7:06 PM

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મુકાબલો થવા જઈ રહ્યો છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટીમાં યોજાનારી મેચ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સાંભળી તમે ચોંકી જશો, કારણકે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચ પહેલા જે આ વખતે થયું છે એ ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું.

T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ પહેલા આવ્યા મોટા સમાચાર, ICCને કરોડો રૂપિયાનું થશે નુકસાન !
India vs Pakistan

Follow us on

T20 વર્લ્ડ કપ 2024 હવેથી થોડા કલાકોમાં શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચ યજમાન અમેરિકા અને કેનેડા વચ્ચે યોજાવા જઈ રહી છે, પરંતુ આ ટૂર્નામેન્ટની સૌથી હાઈપ્રોફાઈલ મેચ 9 જૂને યોજાશે, જેના પર લાખો લોકોની નજર છે. અમે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની જે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી લીગ મેચોમાંથી એક છે.

ભારત-પાકિસ્તાન મેચ

જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચ રમાય છે ત્યારે સ્ટેડિયમ ભરચક હોય છે પરંતુ આ વખતે એવું નહીં બને. ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટા સમાચાર એ છે કે આ મેચની તમામ ટિકિટો હજુ સુધી વેચાઈ નથી. આ મેચની ટિકિટ હજુ પણ ICCની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.

મેચની તમામ ટિકિટો વેચાઈ નથી

જેમ જેમ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો વેચાણ પર આવે છે કે તરત જ તે વેચાઈ જાય છે. એવું ક્યારેય બન્યું નથી કે ભારત-પાકિસ્તાન મેચ હાઉસફુલ ન હોય પરંતુ આ વખતે સ્થિતિ અલગ જ દેખાય છે. હજુ સુધી આ મેચની તમામ ટિકિટો વેચાઈ નથી અને તેનું સૌથી મોટું કારણ મોંઘી ટિકિટ છે. હા, ICCએ આ મેચ માટે ત્રણ પેકેજમાં ટિકિટ રાખી છે. જેમાં ડાયમંડ ક્લબ, પ્રીમિયમ ક્લબ લોન્જ અને કોર્નર ક્લબનો સમાવેશ થાય છે.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

મોંઘી ટિકિટ મોટું કારણ!

ડાયમંડ ક્લબની ટિકિટ ખરીદનારા ચાહકોને શ્રેષ્ઠ સુવિધા મળશે પરંતુ મોટી વાત એ છે કે તેના માટે ચાહકોને 8.34 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રીમિયમ ક્લબ લાઉન્જ ટિકિટની કિંમત 2 લાખ રૂપિયા અને કોર્નર ક્લબની ટિકિટની કિંમત 2.29 લાખ રૂપિયા છે. ICCએ આ બધું ભારત-પાકિસ્તાન મેચને ધ્યાનમાં રાખીને કર્યું, પરંતુ મોટા સમાચાર એ છે કે તેની તમામ ટિકિટો હજુ સુધી વેચાઈ નથી.

શું ICC ટિકિટના ભાવમાં ઘટાડો કરશે?

ICC ભારત-પાકિસ્તાન મેચથી વધુ નફો મેળવવાનું વિચારી રહી હતી પરંતુ મોંઘી ટિકિટના કારણે હવે તેની રણનીતિ ખોટી સાબિત થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે મેચના દિવસે શું થાય છે? શું ICC ટિકિટના ભાવમાં ઘટાડો કરે છે કે પછી મેચ દરમિયાન સીટ ખાલી રહે છે?

આ પણ વાંચો : T20 World Cup 2024: રિષભ પંત અને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા ઈચ્છે છે આ દિગ્ગજ ખેલાડી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article