T20 વિશ્વકપ ટ્રોફી અને સૂર્યકુમાર યાદવની બહેન વચ્ચે ખાસ કનેકશન, દિલ પાસે બનાવશે ટેટૂ
સૂર્યકુમાર યાદવે T20 વિશ્વકપ 2024ની ટ્રોફીને લઈ ખાસ પ્લાન બનાવ્યો છે. સૂર્યા ભારત પરત ફરતા જ પોતાના હ્રદય પાસે T20 વિશ્વકપની ટ્રોફીનું ટેટૂ ત્રોફાવશે. તો વળી T20 વિશ્વકપ 2024 જીતવાની તારીખને લઈ સૂર્યાની બહેન સાથે એક ખાસ કનેકશન પણ ખૂલ્યું છે.
T20 વિશ્વકપ 2024માં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. ટૂર્નામેન્ટમાં એકપણ મેચમાં હાર્યા વિના જ ટીમ ચેમ્પિયન બની છે. ભારતીય ક્રિકેટર્સના દમદાર પ્રદર્શન અને યોગદાને ભારતીય ક્રિકેટ ચાહકોની એક દશકથી વધુ સમયની આશાઓને પૂર્ણ કરી છે. સૂર્યકુમાર યાદવે ફાઈનલ મેચમાં ઝડપેલ એક કેચ મહત્વનો હતો. સૂર્યકુમાર યાદવ ફાઈનલ મેચમાં આ કેચ ઝડપીને હીરો બની છવાઈ ગયો છે.
સૂર્યાએ ટ્રોફીને પોતાના હાથોથી ઉંચકવા સાથે જ પોતાના હ્રદયસરસી ચાંપીનેએ યાદગાર પળોને માણી હતી. સૂર્યકુમાર યાદવે T20 વિશ્વકપ 2024ની ટ્રોફીને લઈ ખાસ પ્લાન બનાવ્યો છે. સૂર્યા ભારત પરત ફરતા જ પોતાના હ્રદય પાસે T20 વિશ્વકપની ટ્રોફીનું ટેટૂ ત્રોફાવશે. તો વળી T20 વિશ્વકપ 2024 જીતવાની તારીખને લઈ સૂર્યાની બહેન સાથે એક ખાસ કનેકશન પણ ખૂલ્યું છે.
સૂર્યાની બહેન સાથે ખાસ કનેકશન
T20 વિશ્વકપ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સોમવાર સુધી બાર્બાડોસમાં જ રહી હતી અને હવે ભારત રવાના થશે. આ પહેલા સૂર્યાએ તેના ટેટૂના પ્લાન વિશે પણ જણાવ્યું છે. જેમાં તેણે બતાવ્યું છે કે, અગાઉ પોતે 2023 ના વનડે વિશ્વકપ દરમિયાન પણ પોતાના શરીર પર ટેટૂ તૈયાર કરવાનો હતો. પરંતુ તેનું આ સપનું પુરુ થઈ શક્યું નહોતું. જોકે હવે આ સપનું પૂર્ણ કરવાનો મોકો મળ્યો છે. સૂર્યા હવે પોતાના શરીર પર હ્રદય પાસે જ ટ્રોફી અને તારીખ સાથેનું એક ટેટૂ તૈયાર કરાવશે. ભારત પહોંચતા જ આ કામ તે સૌથી પહેલા પુરુ કરી લેવાના મૂડમાં છે.
તો T20 વિશ્વકપ 2024ની ફાઈનલની તારીખ સાથે સૂર્યાને માટે ખાસ ક્નેક્શન છે. સૂર્યાની બહેનનો આ દિવસે જન્મ દિવસ હતો. આમ સૂર્યા માટે 29 જૂને ટ્રોફી જીતવાનો આનંદ બેવડાઈ ગયો હતો. આમ હવે તે તારીખ સાથે આ ટેટૂ તૈયાર કરાવનાર છે. જે તેની બહેન માટે પણ ખાસ બની રહેશે.
આશ્ચર્યજનક કેચ ઝડપ્યો હતો
સૂર્યકુમાર યાદવે ફાઈનલ મેચની અંતિમ ઓવરમાં ડેવિડ મિલરનો આશ્ચર્યજનક કેચ ઝડપ્યો હતો. હાર્દિક પંડ્યા મેચની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. જેના પ્રથમ બોલ પર ડ મિલરે લાંબો શોટ ફટકાર્યો હતો. જે બોલને સૂર્યાએ બાઉન્ડરી પરથી જાદુઈ રીતે ઝડપી લીધો હતો. એક સમયે સૌને આ બોલ સિક્સર માટે જવાનું લાગી રહ્યું હતું, પરંતુ સૂર્યાએ ગજબનો કેચ કર્યો હતો અને મેચને ભારતીય ટીમ માટે મજબૂત કરી દેતી પળ બનાવી દીધી હતી. સૂર્યાના આ કેચથી તે હીરો બનીને ક્રિકેટ ચાહકોમાં છવાઈ ગયો હતો.