IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

વિરાટ કોહલી (Virat Kohli) વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ત્રણ મેચમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે તેના ફોર્મ પર અનેક સવાલો ઉભા થયા હતા.

IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ
Virat Kohli સળંગ ત્રીજા વર્ષે સદીથી દૂર છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 4:18 PM

વિરાટ કોહલી (Virat Kohli) હાલ રનના દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તેના પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ તેનો બચાવ કર્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણી પહેલા કોહલીના ફોર્મને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો માટે તેણે મીડિયાને જવાબદાર ઠેરવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું કે આ બધું મીડિયાથી શરૂ થાય છે. મીડિયા થોડો સમય મૌન રહેશે તો બધું સારું થઈ જશે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. તે ત્રણ મેચમાં 26 રન બનાવી શક્યો હતો. આ દરમિયાન તેણે 8, 18 અને 0 રનની ઇનિંગ્સ રમી હતી.

રોહિત શર્માએ કહ્યું કે જો તેના વિશેની વાતો બંધ થઈ જશે તો બધું સારું થઈ જશે. તેણે કહ્યું, મને લાગે છે કે આ બધું તમારા (મીડિયા) થી શરૂ થાય છે. તમે લોકો થોડા દિવસ ચૂપ રહેશો તો બધું સારું થઈ જશે. જો તમારી બાજુથી વસ્તુઓ અટકી જશે તો બધું ઠીક થઈ જશે. રોહિત શર્માએ વધુમાં કહ્યું કે કોહલી પર કોઈ દબાણ નથી અને તે જલ્દી સારો દેખાવ કરશે.

કેપ્ટન રોહિતે કહ્યું, તે સારા વાતાવરણમાં છે અને તેને આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણો સમય વિતાવ્યો છે અને દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણે છે. પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને વારંવાર વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન આનાથી ખુશ દેખાતો ન હતો. તેણે સ્પષ્ટ કહ્યું, મને લાગે છે કે બધું તમારી સાથે શરૂ થાય છે. તમે લોકો શાંત રહેશો તો બધું સારું થઈ જશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોહલીની સદી બે વર્ષમાં નથી બની

વિરાટ કોહલીને સદી ફટકાર્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વનડે ક્રિકેટમાં ત્રણ વર્ષથી તેની સદીઓનો દુષ્કાળ ચાલી રહ્યો છે. આ ફોર્મેટમાં તેના નામે 44 સદી છે. જો કે કોહલીના બેટમાંથી અડધી સદી નીકળી રહી છે. આ બતાવે છે કે તેના ફોર્મમાં કંઇ ગરબડ નથી.

રોહિત શર્માએ અગાઉ વનડે સીરીઝના અંતે પણ વિરાટ કોહલીનો બચાવ કર્યો હતો. તે સમયે રોહિતને પૂછવામાં આવ્યું કે શું કોહલીને આત્મવિશ્વાસની જરૂર છે? જેના પર ભારતીય કેપ્ટનનો જવાબ હતો, ‘વિરાટ કોહલીને આત્મવિશ્વાસની જરૂર છે, શું વાત કરો છો યાર.

આ પણ વાંચોઃ Cricket: ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનુ કરાચીમાં અવસાન, 4 ભાઇઓએ રમી હતી ટેસ્ટ ક્રિકેટ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

g clip-path="url(#clip0_868_265)">