AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

India vs West Indies, 1st T20I: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ પહેલા રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી જેમાં તેણે ટી20 વર્લ્ડ કપ અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર મોટું નિવેદન આપ્યું.

IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત
Hardik Pandya ને લઇ રોહિત શર્માએ વાત કરી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 5:02 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણી (India vs West Indies, 1st T20I ) બુધવારથી શરૂ થઈ રહી છે. સિરીઝ પહેલા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ મીડિયા સાથે વાત કરી અને પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મહત્વની વાતો કહી. રોહિત શર્માને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની વાપસી અને તેની ભૂમિકા પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર કેપ્ટને ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને જવાબ આપતાં એ પણ જણાવ્યું કે તે T20 વર્લ્ડ કપ માટે કેવી રીતે ટીમ પસંદ કરશે. સાથે જ તેણે કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓને તેમની ભૂમિકા વિશે સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે અને હવે તેઓએ તેમની પ્રતિભા બતાવવી પડશે.

જ્યારે રોહિત શર્માને હાર્દિક પંડ્યા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, ‘હાર્દિક પંડ્યા ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં યોગદાન આપે છે. પંડ્યા બેટ્સમેન તરીકે રમી શકશે કે નહીં તે અંગે ટીમ મેનેજમેન્ટમાં કોઈ વાતચિત કરી નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે દરેક ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ હોય જેથી અમે બીજું પગલું લઈ શકીએ.

ટીમ ઈન્ડિયામાં કેવી રીતે થશે સિલેક્શન?

રોહિત શર્માએ કહ્યું, ‘જ્યારે તમામ ખેલાડીઓ ફિટ થઈ જશે, તો અમે બીજું પગલું લઈશું. પ્રતિસ્પર્ધીના હિસાબે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. દરેક માટે દરવાજા ખુલ્લા છે.’ રોહિત શર્માએ આગળ કહ્યું, ‘અમે વર્લ્ડ કપ માટે જલ્દી નિર્ણય લઈ શકતા નથી. અમારે વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવું પડશે. ઓસ્ટ્રેલિયાના દરેક મેદાનની સ્થિતિ અલગ-અલગ હોય છે. તેથી ટીમ કોમ્બિનેશન દરેકના હિસાબે જોવું પડશે. અમારે જોવાનું છે કે અમારી પાસે કેટલા સ્પિન અને પેસ ઓલરાઉન્ડર છે જેઓ નીચે આવીને સારી બેટિંગ કરી શકે છે. બોલરોનું પણ એવું જ છે, પરિસ્થિતિ અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવશે.

ખેલાડીઓ તેમની ભૂમિકા જાણે છેઃ રોહિત શર્મા

રોહિત શર્માએ વધુમાં કહ્યું, ‘અમે તમામ ખેલાડીઓને તેમની ભૂમિકા જણાવી છે. હવે તે તેમના પર નિર્ભર છે કે તેઓ તેમની કુશળતા કેવી રીતે બતાવે છે. ટીમને એવા બેકઅપ ખેલાડીઓની પણ જરૂર છે જે કોઈપણ ખેલાડીનું સ્થાન લઈ શકે.રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી પર પણ મોટું નિવેદન આપ્યું હતું.

રોહિત શર્માએ કહ્યું, ‘યુઝવેન્દ્ર ચહલ લયમાં છે અને કુલદીપને તેની લય પરત મેળવવામાં સમય લાગશે કારણ કે તે થોડા સમયથી ઈજાગ્રસ્ત હતો. રિસ્ટ સ્પિનરને લયમાં આવવામાં સમય લાગે છે, આપણે રાહ જોવી પડશે. હું નેટ્સમાં જોઉં છું કે તે પોતાના પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ Cricket: ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનુ કરાચીમાં અવસાન, 4 ભાઇઓએ રમી હતી ટેસ્ટ ક્રિકેટ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

g clip-path="url(#clip0_868_265)">