AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: T20માં બેવડી સદી! સુનીલ નરેને IPLમાં રચ્યો ઈતિહાસ, આ પરાક્રમ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો

સુનીલ નરેને આઈપીએલ (IPL)ના ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે, જે અત્યાર સુધી કોઈ વિદેશી ખેલાડી કરી શક્યો નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હૈદરાબાદના સલિલ અરોરાની વિકેટ લેતાની સાથે જ નરેને આઈપીએલમાં પોતાની 'બેવડી સદી' પૂરી કરી લીધી છે.

Breaking News: T20માં બેવડી સદી! સુનીલ નરેને IPLમાં રચ્યો ઈતિહાસ, આ પરાક્રમ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો
Image Credit source: Cricinfo
| Updated on: May 03, 2026 | 6:00 PM
Share

દિગ્ગજ સ્પિનર ​​સુનીલ નરેને IPLમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમતા એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે આવો રેકોર્ડ બનાવનાર IPL ઈતિહાસનો પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. તેના પહેલા કોઈ પણ બોલરે આ પરાક્રમ કર્યું ન હતું.

નરેને હૈદરાબાદના સલિલ અરોરાને આઉટ કરીને મેચમાં પ્રથમ વિકેટ મેળવી હતી. આ સાથે તેણે IPLમાં વિકેટોની ખાસ બેવડી સદી ફટકારી છે અને યુઝવેન્દ્ર ચહલ-ભુવનેશ્વર કુમારની ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે. નરેને IPLમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે. IPLમાં આ સિદ્ધિ મેળવનાર નરેન માત્ર ત્રીજો બોલર છે, જ્યારે તે પ્રથમ વિદેશી ખેલાડી છે કે, જેણે IPLના ઈતિહાસમાં 200 વિકેટ લીધી છે.

સુનીલ નરેને IPLમાં 200 વિકેટ પૂરી કરી

હૈદરાબાદ સામેની મેચ પહેલા નરેનના નામે 195 મેચમાં 199 વિકેટ નોંધાયેલી હતી. તેને 200 વિકેટના આંકડા સુધી પહોંચવા માટે એક વિકેટની જરૂર હતી અને સલિલ અરોરાને આઉટ કરીને તેણે IPLમાં પોતાની ખાસ બેવડી સદી પૂર્ણ કરી. નરેન IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર છે, તેના પહેલા કોઈ પણ વિદેશી ખેલાડીએ આ પરાક્રમ કર્યું નથી.

નરેને મેચમાં કિફાયતી બોલિંગ કરી અને 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી. વેસ્ટ ઈન્ડિઝનો આ દિગ્ગજ IPLમાં 200 વિકેટ લેનાર ત્રીજો બોલર છે. તેના પહેલા યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર આ પરાક્રમ કરી ચુક્યા છે.

IPLના ઈતિહાસમાં 200 વિકેટ લેનારા બોલરો

  1. યુઝવેન્દ્ર ચહલ: 228
  2. ભુવનેશ્વર કુમાર: 215
  3. સુનીલ નરેન: 201

IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા વિદેશી બોલરો

  • સુનીલ નરેન: 201
  • ડ્વેન બ્રાવો: 183
  • લસિથ મલિંગા: 170
  • રાશિદ ખાન: 168
  • ટ્રેન્ટ બોલ્ટ: 145

નરેનની IPL કારકિર્દી

નરેને તેની IPL કારકિર્દીમાં અત્યાર સુધી 196 મેચ રમી છે, જેમાં તેણે 201 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક વખત 5 વિકેટ હોલ (એક મેચમાં 5 વિકેટ) પણ પ્રાપ્ત કર્યો છે. બેટિંગમાં પણ આ દિગ્ગજે કેટલીક મહત્વની ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે 165.30ના સ્ટ્રાઈક રેટથી 1820 રન બનાવ્યા છે.

અશક્ય…! સપને પણ ન વિચાર્યો હોય તેવો કેચ પકડી આખી મેચ પલટી નાખી, શું આ ‘કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ’ છે?

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">